મલાણી સાહીઠ પ્રજાપતિ સમાજના તેજસ્વી તારલાઓ નો સન્માન અને સ્નેહ મિલન સમારોહ યોજાયો.

મલાણી સાહીઠ પ્રજાપતિ સમાજ સંચાલિત ઇનામ વિતરણ કમિટી દ્વારા તેજસ્વી તારલાઓ નો અગિયારમો ઇનામ વિતરણ અને સ્નેહ મિલન સમારોહ માધુપુરા મુકામે યોજાયો હતો આ કાર્યક્રમ મા સમાજ ના ધોરણ એક થી સ્નાતક અને અનુ સ્નાતક સુધીની ડિગ્રી પ્રાપ્ત કરનાર વિધાર્થીઓ ને પ્રથમ દ્રિતીય અને તૃતીય નબર પ્રાપ્ત કરનાર વિધાર્થીઓ ને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ ચાલુ વર્ષા મા સરકારી નોકરી મેળવનાર અને સૌથી વધુ દૂધ ભરાવનાર મહિલાઓ નું સન્માન પત્ર અને મોમેન્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આકાર્યક્રમ ના મુખ્ય વક્તા મુકેશ ભાઈ પ્રજાપતિ જિલ્લા રોજગાર અધિકારી દ્વારા સમાજના વિધાર્થીઓ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે અને સમાજ ના દીકરા દીકરીઓ પોતાની સ્કિલ ડેવલોપ કરી ધંધા રોજગાર અને આત્મનિર્ભર બને તેં માટે માર્ગ દર્શન પૂરું પાડવામાં આવ્યું હતુ.

ધરતી પ્રજાપતિ એ દીકરીઓ ને ઉચ્ચ શિક્ષણ મેળવી મા બાપ અને સમાજ નું નામ રોશન કરવાની સલાહ આપવામાં આવી હતી ભરત ભાઈ ઘચેલિયા દ્વારા સમાજ મા ખોટા ખર્ચા નકરી સમાજની દીકરીઓ ને સમૂહ લગ્ન મા જોડાવવા આહવાન કરવામાં આવ્યું હતુ આ ઇનામ વિતરણ કાર્યક્રમ મા મુખ્ય વક્તા મુકેશ ભાઈ પ્રજાપતિ પ્રજાપતિ ભીખા ભાઈ પ્રજાપતિ 180 પ્રજાપતિ સમાજના પ્રમુખ ભરત ભાઈ ઘચેલિયા સમૂહ લગ્નસમિતિના પ્રમુખ ધરતી પ્રજાપતિ ચમન ભાઈ પ્રજાપતિ ડો ધવલ પ્રજાપતિ પ્રકાશ ભાઈ પ્રજાપતિ દિનેશ ભાઈ પ્રજાપતી સહીત સમાજ ના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ : ભીખાલાલ પ્રજાપતિ
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
