સાબરકાંઠા:પોલીસકર્મીઓએ ત્રીપલ અકસ્માત સર્જતા પોલીસ કર્મી સામે ફરિયાદ નોંધાઇ
એક તરફ દિવાળીનો પાવન પર્વ ચાલી રહ્યો છે તો બીજી તરફ સાબરકાંઠાના ઇડરના મોહનપુરા નજીક વડાલીના પોલીસકર્મીઓએ ત્રીપલ અકસ્માત સર્જતા પોલીસ વિભાગ દ્વારા જે તે પોલીસ કર્મી સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
એક તરફ દિવાળીનો પાવન પર્વ ચાલી રહ્યો છે તો બીજી તરફ સાબરકાંઠાના ઇડરના મોહનપુરા નજીક વડાલીના પોલીસકર્મીઓએ ત્રીપલ અકસ્માત સર્જતા પોલીસ વિભાગ દ્વારા જે તે પોલીસ કર્મી સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસ વિભાગ દ્વારા અકસ્માત સર્જનારા પોલીસ કર્મચારી હોવા છતાં તાત્કાલિક ધોરણે ફરિયાદ કરાતા સ્થાનિકોમાં પણ તંત્રની કામગીરી સામે સંતોષ વ્યક્ત કરાયો છે.
સાબરકાંઠા સહિત સમગ્ર દેશભરમાં દિવાળીનો પાવન પર્વ ચાલી રહ્યો છે ત્યારે આનંદ ખુશી અને ઉત્સાહના માહોલમાં કેટલાક લોકો પોતાની ફરજ ભૂલી જતા રોડ રસ્તા ઉપર અન્ય લોકો માટે પણ સમસ્યા સર્જતા હોય છે ત્યારે સાબરકાંઠાના મોહનપુરા થી બડોલી રોડ પર વડાલી પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીએ નશા ની હાલતમાં ત્રીપલ અકસ્માત સર્જતા 8 જેટલા વ્યક્તિઓને નાની મોટી ઇજાઓથી લઈ ગંભીર બીજાઓ પહોંચી છે.
પોલીસ કરમીની કારથી રીક્ષા અને એકટીવા ની ટક્કર મારતા આઠ જેટલા વ્યક્તિઓને બીજાઓ પહોંચી હતી જોકે આ મામલે ઈડર પોલીસ મથકને જાણ કરાતા પોલીસે તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી તેમજ અકસ્માત સર્જના પોલીસ કર્મીની તપાસ હાથ ધરતા તેની ગાડીમાંથી નશા ની બોટલો મળી આવી હતી જેના પગલે ઈડર પોલીસે તાત્કાલિક ધોરણે વડાલી પોલીસ મથકમાં ફરજ બજાવતા કર્મચારી સામે પણ કાયદેસરની કાર્યધરી હાથ ધરી છે.
આ સાથોસાથ ઘાયલ થયેલા 8 જેટલા લોકોને તાત્કાલિક ધોરણે ઇડર તેમજ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે જોકે પોલીસ કર્મચારીએ કરેલા કૃત્ય બદલ તેની સામે તાત્કાલિક ધોરણે ફરિયાદ થવાનો આ પ્રથમ બનાવવાના પગલે સ્થાનિકોમાં પણ વહીવટી તંત્રએ કરેલી કાર્યવાહી નો સંતોષ જોવા મળી રહ્યો છે.
https://youtu.be/BG73SwJib7I?si=LVxQMAxnli0efGxy
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
