Pavan Express News

Pavan Vege Prasarta Samachar

વિશ્વ હોમિયોપેથી દિવસની ઉજવણી નિમિત્તે વડગામ હોમિયોપેથીક વિભાગ દ્વારા મેગા કેમ્પનું કરાયું આયોજન

હોમિયોપેથીક વિભાગ વડગામ દ્વારા ચાર દિવસીય આરોગ્ય અને ઉપચાર અભિયાન સંપન્ન

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર તેમજ નિયામકશ્રી આયુષની કચેરી, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ હોસ્પિટલ, વડગામના હોમિયોપેથીક વિભાગ દ્વારા વિશ્વ હોમિયોપેથી દિવસની ઉજવણી કરાઈ હતી. તા. ૭ એપ્રિલથી ૧૦ એપ્રિલ, ૨૦૨૫ સુધી યોજાયેલ આ ઉજવણી દરમિયાન આરોગ્ય જાગૃતિ તેમજ હોમિયોપેથી સારવારની માહિતી લોકો સુધી પહોંચાડવાના હેતુથી આ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.

સરકારી પ્રાથમિક શાળા વડગામ ખાતે વિદ્યાર્થીઓને તરુણાવસ્થામાં થતા શારીરિક ફેરફારો, હોમિયોપેથી દ્વારા અસરકારક ઉપચાર અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. આંગણવાડી કેન્દ્ર નં. ૯ ખાતે બાળકો, કિશોરીઓ, સગર્ભા અને ધાત્રી માતાઓ માટે કુપોષણ નિવારણ કેમ્પ યોજાયો હતો.

સરસ્વતી વિદ્યાલય ખાતે ચાર્ટ પ્રદર્શન, પેમ્પલેટ વિતરણ તથા હોમિયોપેથી અંગે જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તા. ૧૦ એપ્રિલ, ૨૦૨૫ના રોજ બ્રહ્મકુમારી કેન્દ્ર, છાપીના સહયોગથી મેગા નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો. જેમાં દર્દીઓને હોમિયોપેથી અને આયુર્વેદ પદ્ધતિથી નિદાન અને સારવાર આપવામાં આવી હતી. જેમાં સારવાર કેમ્પમાં કુલ ૧૪૫ વ્યક્તિઓએ લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં ડોક્ટર નિમિષાબેન પટેલ તથા ડોક્ટર ઉર્વશીબેન મોદી દ્વારા સેવા આપવામાં આવી હતી તેમ વૈદ્ય પંચકર્મશ્રી, સરકારી આયુર્વેદ હોસ્પિટલ, વડગામ દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading