Pavan Express News

Pavan Vege Prasarta Samachar

બનાસકાંઠા જીલ્લામાં હોળી-ધુળેટીના તહેવારમાં ઈમરજન્સી સેવાને પહોંચી વળવા માટે 31 એમ્બ્યુલન્સ સાથે 150 કર્મચારીઓ તૈનાત રહેશે.

બનાસકાંઠા જીલ્લામાં હોળી-ધુળેટીના તહેવારમાં ઈમરજન્સી સેવાને પહોંચી વળવા માટે 31 એમ્બ્યુલન્સ સાથે 150 કર્મચારીઓ તૈનાત રહેશે.

જેમ જેમ રંગો અને ખુશીઓનો તહેવાર હોળી નજીક આવી રહ્યો છે, તો અમે તમામ નાગરિકોને હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવીએ છીએ.સમગ્ર દેશમાં ઉત્સાહભેર ઉજવાતા આ તહેવાર દરમિયાન,હોળી સારા પર વિજયનું પ્રતિક છે,જ્યારે ધુળેટી,જે બીજા દિવસે આવે છે, તે રંગોની રમત માટે પ્રસિદ્ધ છે.જો કે આ આનંદ સાથે, ઈમરજન્સી કેસોમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે.ગુજરાતભરમાં 13મી અને 14મી માર્ચ 2025 ના રોજ ઈમરજન્સીમાં અપેક્ષિત વધારો નોંધાવાની શક્યતાઓ છે.જ્યાં બનાસકાંઠા જિલ્લામાં પાછલા વર્ષોની માહીતીને આધારે 13મી માર્ચએ 7.41% અને 14મી માર્ચએ 24.69% ઈમરજન્સીમાં વધારો થવાની આગાહી છે. સામાન્ય દિવસોની સરખામણીએ 13મી માર્ચએ 87 કોલ અને 14મી માર્ચએ 101 કોલ ઈમરજન્સી નોાંધાવાની શક્યતા છે,જેમાં મુખ્ય રીતે, રોડ અકસ્માતો અને ટ્રોમા (નૉન-વ્હીક્યુલર) સબંધિત ઈમરજન્સી કેસોમાં વધારો થવાની સંભાવના છે.જ્યારે સામાન્ય દિવસોમાં સરેરાશ 81 કોલ ઈમરજન્સી થાય છે.

હોળી ધુળેટીનો તેહવાર પર સાવચેતી રાખવા બનાસકાંઠા જિલ્લાના પ્રોગ્રામ મેનેજર બલદેવ રબારી સાહેબ એ જણાવ્યું હતું કે, હોળીનો તહેવાર આનંદ અને સ્નેહનો છે, પરંતુ આપણે સુરક્ષાને પ્રાથમિકતા આપવી જોઈએ.અમે તમામ નાગરિકોને સલાહ આપીએ છીએ કે મુસાફરી કરતી વખતે સાવધાની રાખવી અને અકસ્માત ટાળવા માટે સંયમપૂર્ણ રીતે વાહન ચલાવવું જોઈએ. સાથે જ,અમે સૌને જવાબદારી પૂર્વક ઉત્સવ ઉજવવા અને એવા વિવાદો ટાળવા અપીલ કરીએ છીએ જેમાં શારીરિક હુમલાના કેસોને જન્મ આપી શકે.ઈમરજન્સી વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા માટે બનાસકાંઠા જિલ્લામાં 31 એમ્બ્યુલન્સ 24×7 કાર્યરત રહેશે,અને જેથી ઝડપી પ્રતિસાદ અને ઉત્તમ ઈમરજન્સી મેનેજમેન્ટ સુનિશ્ચિત કરી શકાય.કોઈ પણ ઇમરજન્સી સમયે, તત્કાલ 108 ડાયલ કરવો.આ તમારું ઝડપી પગલું કોઈનું જીવન બચાવી શકે છે.હોળી ધુળેટી પર્વની ઉજવણી સાથે આપણી સલામતી રાખીશું.આ ઉત્સવ દરમિયાન જવાબદારી પૂર્વક ઉજવણી કરો અને જરૂરી સાવચેતી રાખો.ઈમરજન્સી સર્જાય તો 108 ડાયલ કરો.108 ટીમ તમામને આનંદમય અને સલામત હોળી ધુળેટી પર્વ ની શુભકામનાઓ પાઠવે છે


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading