મોડિફાઇડ સાઇલન્સર: પોલીસ ભારે દંડ ફટકારવાની સાથે બાઇક પણ જપ્ત કરી શકે. સાઇલન્સર બદલવું એ ગુનો જો બુલેટના સાઇલન્સરમાં ફેરફાર કરીને જોરથી અવાજ કરવામાં આવે તો એ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન છે. અલગ-અલગ રાજ્યોમાં તેના પર અલગ-અલગ દંડની જોગવાઈ છે. સામાન્ય રીતે સાઇલન્સર બદલવા માટે 1000નો દંડ થઈ શકે છે. કેટલાક કિસ્સાઓમાં આ દંડ પણ વધારે હોઈ શકે છે.
જો નિયમોનું વારંવાર ઉલ્લંઘન કરવામાં આવે તો વાહન પણ જપ્ત કરી શકાય છે. આ સિવાય મોટા અવાજથી ધ્વનિ પ્રદૂષણ થાય છે, જેના કારણે અલગથી કાયદાકીય કાર્યવાહી પણ થઈ શકે છે. સાથે જ જો તમે પોલીસ કાર્યવાહીનો વિરોધ કરો છો તો તમારા પર સરકારી કામમાં વિઘ્ન ઊભું કરવા માટે અને પોલીસ સાથે ગેરવર્તન કરવાનો આરોપ પણ લાગી શકે છે.
બાઇક યુઝર્સે આ બાબતોનું ધ્યાન રાખવું તમારી મોટરસાઇકલને હંમેશાં તેની મૂળ સ્થિતિમાં રાખો અને ટ્રાફિકના નિયમોનું પાલન કરો. જો તમને તમારા વાહનમાં કોઈ ફેરફારની જરૂર હોય, તો ઓફિશિયલ સર્વિસ સેન્ટરનો સંપર્ક કરો. અમે તમને જણાવી દઈએ કે જોરથી અવાજ માત્ર ગેરકાયદે નથી, પરંતુ તે તમારા અને અન્ય લોકો માટે પણ અસુરક્ષિત હોઈ શકે છે. યાદ રાખો ટ્રાફિકના નિયમોનું પાલન કરીને આપણે માત્ર આપણી જાતને જ નહીં પરંતુ અન્ય લોકોને પણ સુરક્ષિત રાખીએ.
10 દિવસમાં મોડિફાઇડ સાઇલન્સરવાળા 350 બુલેટ ડિટેઇન રાજકોટ શહેર ટ્રાફિક ડીસીપી પૂજા યાદવએ જણાવ્યું હતું કે પોલીસ કમિશનર બ્રજેશ ઝા, જોઈન્ટ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયાની સૂચના મુજબ રાજકોટમાં માર્ગ સલામતી માસની ઉજવણી દરમિયાન છેલ્લા 10 દિવસથી ખાસ વાયુ-પ્રદૂષણ ફેલાવતા મોડિફાઈડ સાઇલન્સરવાળાં વાહનો સામે સ્પેશિયલ ડ્રાઇવ હાથ ધરાઈ હતી. પોલીસ દ્વારા આવાં બુલેટ તેમજ બાઈક ડિટેઇન કરી મેમો આપી તેમના મોડિફાઈડ સાઇલન્સર કાઢી દેવામાં આવ્યાં છે. 10 દિવસમાં 350 જેટલાં મોડિફાઇડ સાઇલન્સર મળી આવતાં RTO અને શોરૂમના સર્ટિફિકેટ મેળવી કોર્ટના ઓર્ડર મેળવ્યો હતો. એની સાથે આજે પોલીસ દ્વારા આ તમામ મોડિફાઇડ સાઇલન્સર ઉપર રોડ રોલર ફેરવી એનો નાશ કરાયો છે.
ગુજરાતમાં દારૂ બાદ પ્રથમ વખત મોડિફાઇડ સાઇલન્સર પર રોડ રોલર ફરતું જોવા મળ્યું છે. રાજકોટ શહેર પોલીસ દ્વારા છેલ્લા 10 દિવસમાં વાયુ-પ્રદૂષણ ફેલાવતા મોડિફાઈડ સાઇલન્સરવાળા 350 બુલેટ ડિટેઇન કરી એમાંથી સાઇલન્સર કાઢી એનો નાશ કરવામાં આવ્યો છે. આ સાથે જ પોલીસ દ્વારા વાહનો ડિટેઇન કરી RTOનો મેમો આપવામાં આવતાં RTO દ્વારા લાખો રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે કેટલીક જગ્યાએ શો રૂમની અંદર આ પ્રકારે મોડિફાઈડ સાઇલન્સર ફિટ કરવામાં આવતાં હોવાની ફરિયાદ છે, જેની સામે RTO દ્વારા ચેકિંગ કરવું જરૂરી બન્યું છે. જો આ મુજબ ચેકિંગ થાય અને મોડિફાઈડ સાઇલન્સર વેચાણ થતાં હોવાનું મળી આવે તો તેમના વિરુદ્ધ RTO કાર્યવાહી કરી તેમનું TC સસ્પેન્ડ કરી શકે છે.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply