Pavan Express News

Pavan Vege Prasarta Samachar

સરદાર પટેલ 149મી જન્મ જયંતી નિમિત્તે પ્રતિમાને પુષ્પાહાર અર્પણ કરી જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી.

સરદાર પટેલ 149મી જન્મ જયંતી નિમિત્તે પ્રતિમાને પુષ્પાહાર અર્પણ કરી જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી.

આઝાદી બાદ દેશને એક તાંતણે બાંધનાર સરદાર વલ્લભભાઈ પટેલની 31, ઓક્ટોબરે 149મી જન્મ જયંતિ છે. આજે આઝાદીના 76 વર્ષ બાદ દેશવાસી ભારતના આર્કિટેક્ટ સરદાર પટેલને દિલથી નમન કરે છે. સરદાર એક વ્યક્તિત્વ અનેક એમ કહેવું જરા પણ અતિશયોક્તિભર્યું નથી. 31, ઓક્ટોબર – 1875ના રોજ પાટીદાર પરિવારમાં જન્મેલા વલ્લભભાઈ પટેલ ખરાં અર્થમાં ભારત નિર્માતા બની રહ્યા. રાજકીય, ખેડૂત અને સામાજિક નેતા સરદાર પટેલે આજીવન મહાત્મા ગાંધીના સાથી રહ્યા. અનેક વિરોધ હોવા છતાં સરદાર પટેેલે ગાંધીજીનો સાથ ક્યારેય ન છોડ્યો. સ્વતંત્ર સંગ્રામમાં અગ્રણી, બારડોલી અને ખેડાના ખેડૂત સત્યાગ્રહના સારથી અને અખંડ ભારતના શિલ્પી તરીકે વલ્લભભાઇ પટેલને તમામ દેશવાસીઓ સરદાર તરીકે ઓળખે છે.

દેશની અખંડતા અને એકતા માટે દ્રઢ મનોબળ દાખવનાર સરદાર પટેલને ઈતિહાસ લોખંડી પુરુષ તરીકે પણ ઓળખે છે. મૂળે વકીલ સરદાર પટેલ અમદાવાદ કોર્ટમાં વકીલાતની પ્રેક્ટિસ દરમિયાન ગાંધીજીથી પ્રભાવિત બની અંગ્રેજો સામે સ્વાતંત્ર્ય સંગ્રામમાં સક્રિય બન્યા હતા. સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન સરદાર પટેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ પણ બન્યા હતા. 1942ની હિંદ છોડો લડતમાં સરદાર પટેલે સક્રિય ભૂમિકા ભજવી હતી. સરદાર પટેલ ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને પ્રથમ કેન્દ્રીય ગૃહમંત્રી હતાં.

ભારતની આઝાદી સમયે હિંદુ-મુસ્લિમ તોફાનો અને ભારત-પાકિસ્તાનના ભાગલાથી સમગ્ર ઉપખંડમાં હિંસાનું વાતાવરણ હતુ. આ સમયે દેશમાં એકતા અને શાંતિની સ્થાપના કરવામાં સરદાર પટેલની ઐતિહાસિક ભૂમિકા રહી હતી. વિશેષ તો દેશના રજવાડાને સંગઠિત કરી ભારતના નિર્માણ માટે સરદાર પટેલે પાયાની ભૂમિકા ભજવી હતી. હૈદરાબાદ અને જૂનાગઢ રાજ્યોએ જ્યારે ભારત સાથે જોડાવા માટે તૈયાર ન હતા ત્યારે સરદાર પટેલની કૂનેહ અને ત્વરિત નિર્ણય શક્તિ ભારતને એકસૂત્રતામાં બાંધ્યો. દેશના 565 રજવાડા-રિયાસતોને એક સૂત્રતાના ઘાગે બાંધી આજના ભારતનું નિર્માણનો શ્રેય સરદાર પટેલને જાય છે.

સરદાર પટેલ ની જન્મ જયંતી ની ઉજવણી પ્રસંગે પાટીદાર સમાજ ના યુવા આગેવાન રમેશભાઈ પટેલ(R.M), એસ.પી.જી ના પ્રમુખ દેવાભાઈ સાળવી, નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ હસમુખભાઈ પઢીયાર, કારોબારી ચેરમેન પિયુષભાઈ પટેલ, ડાયમંડ મર્ચન્ટ એસોસિયેશનના મંત્રી અશોકભાઈ ગામી, એસ.પી.જીના ઉપપ્રમુખ સુરેશભાઈ ભાંડવા, એસપીજી પાલનપુર તાલુકા પ્રમુખ કમલેશભાઈ કાપડી, અક્ષય ભાઈ વ્યાસ, વિજયભાઈ મુજાત, પ્રવીણભાઈ વાગડોદા, વિનોદભાઈ પટેલ તેમજ અન્ય આગેવાનો હાજર રહ્યા હતા


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading