પી.એમ.શ્રી, મોડેલ સ્કૂલ દાંતા(જગતાપુરા) શાળામાં ગ્રાહક સુરક્ષા, બાળ અને મહિલા સુરક્ષા, ફાયર સેફ્ટી, તાલીમ આપવામાં આવી.
આજ રોજ ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી, ગાંધીનગર સંચાલિત પી.એમ.શ્રી, મોડેલ સ્કૂલ દાંતા(જગતાપુરા) શાળામાં પી.એમ.શ્રી સ્કૂલોની ગાઇડલાઇન અંતર્ગત સેફ્ટી એન્ડ સિક્યુરીટી પ્રોગ્રામ અંતર્ગત આપતિ વ્યવસ્થાપન અને ફાયર સેફ્ટીની તેમજ ગ્રાહક સુરક્ષા સલાહ કેન્દ્ર દ્વારા બાળકોને ગ્રાહક માહિતી અધિકાર અને ગ્રાહક જાગૃતિ અંતર્ગત તેમજ એડોલેશન ગર્લ્સ કાર્યક્રમ અંતર્ગત મહિલા સહાયતા કેન્દ્ર દાંતા પોલીસ સ્ટેશન દ્વારા આ તમામ કાર્યક્રમમાં સંપૂર્ણ માહિતી આપી. શાળાના વિધાર્થીઓને શિક્ષણ સાથે જ્ઞાન સભર એક દિવસીય શિબીરનું આયોજન કરવામાં આવ્યું.
કાર્યક્રમમાં ગ્રાહક સુરક્ષા સલાહ કેન્દ્ર અંબાજી અને દાંતાના પ્રમુખશ્રી વિપુલકુમાર ગુર્જર
મહિલા સહાયતા કેન્દ્ર, દાંતા પોલીસ સ્ટેશનના કાઉન્સિલર જયાબેન વણઝારા
સેફ્ટી એન્ડ સિક્યુરીટી કાર્યક્રમ અંતર્ગત દેવ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રવિણભાઇ પ્રજાપતિ(પવનભાઈ) ઉપસ્થિત રહી વિધાર્થીઓને માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યુ.
સદર કાર્યક્રમ શાળાના આચાર્યશ્રી અને શિક્ષકો તેમજ બાળકો સાથે જોડાઇ કાર્યક્રમને સફળરૂપ સંચાલન કરી પૂર્ણ કરવામાં આવ્યો હતો.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply