મગરવાડા ખાતે શ્રી માણિભદ્ર વીર તીર્થસ્થાનના જીર્ણોદ્ધાર માટે ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત યોજાયું
પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રી પ્રધ્યુમ્ન વિમલસૂરીશ્વરજી મહારાજ સાહેબ અને ગાદીપતિ યતિવર્ય શ્રી વિજયસોમજી મહારાજ સાહેબની પાવન નિશ્રામાં ધાર્મિક વિધિ સંપન્ન
પવન એક્સપ્રેસ | વડગામ
બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મગરવાડા ગામે આવેલા શ્રી માણિભદ્ર વીર તીર્થસ્થાન મંદિર સંકુલના સંપૂર્ણ જીર્ણોદ્ધારના શુભ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સોમવારે નવરાત્રીના બીજા દિવસે પાવન પ્રસંગે ભૂમિપૂજન અને ખાતમુહૂર્તની ધાર્મિક વિધિ યોજાઈ હતી.
પરમ પૂજ્ય વિમલ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી પ્રધ્યુમ્ન વિમલસૂરીશ્વરજી મહારાજ સાહેબ (ભાઈ મહારાજ) તથા ગાદીપતિ યતિવર્ય શ્રી વિજયસોમજી મહારાજ સાહેબની પાવન નિશ્રામાં આ ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. મંદિર સંકુલના સંપૂર્ણ જીર્ણોદ્ધારના કાર્યના પ્રારંભ પ્રસંગે ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો.
આ પાવન પ્રસંગે મગરવાડા ગામના તમામ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને મંદિરના જીર્ણોદ્ધારના શુભ કાર્યમાં સહભાગી બની ધન્યતા અનુભવી હતી.
તસ્વીર અહેવાલ: પુષ્કર ગોસ્વામી, વડગામ
પવન એક્સપ્રેસ – પવનવેગે પ્રસરતા સમાચાર
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
