ખાણ-ખનીજ વિભાગ, ભુજ ખાતે રૂ.50 હજારની લાંચ લેતા બે ઝડપાયા

રેતીની લીઝનું ઓનલાઈન એકાઉન્ટ અનલોક કરી આપવા માટે લાંચની માંગ કરાઈ હોવાનો આક્ષેપ
ભુજ: ખાણ-ખનીજ વિભાગ, ભુજ ખાતે લાંચ લેવાના મામલે એ.સી.બી. દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ખાણ-ખનીજ વિભાગ ભુજ ખાતે ફરજ બજાવતા આઇ.ટી. એક્ઝિક્યુટિવ (કરાર આધારિત) જીનીશ નિતિનભાઈ આચાર્ય તથા પ્રજાજન આશિષ કાળુભાઈ આચવડીયાને રૂ. 50,000/-ની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા છે.
મળતી વિગતો મુજબ ફરિયાદીની સરકારશ્રી દ્વારા વર્ષ 2008માં મંજૂર થયેલી રેતીની લીઝનું ઓનલાઈન એકાઉન્ટ લોક થઈ ગયું હતું. આ ઓનલાઈન એકાઉન્ટ અનલોક કરી આપવા માટે આરોપીઓ દ્વારા ફરિયાદી પાસેથી રૂ.50,000/-ની લાંચની માંગ કરવામાં આવી હોવાનો આક્ષેપ છે.
આ અંગે ફરિયાદ મળ્યા બાદ એ.સી.બી. દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને લાંચની રકમ સ્વીકારતા બંનેને ઝડપી લેવામાં આવ્યા હતા.
આ મામલે એ.સી.બી. દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ કરવામાં આવી રહી છે.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
