📰 પવન એક્સપ્રેસ
બનાસકાંઠા જિલ્લા વેપારી મંડળની કારોબારી બેઠક યોજાઈ
ડૉ. દિલીપભાઈ પાધ્યાને સતત પાંચમી વખત એક્સપોર્ટ એવોર્ડ મળતાં સન્માનિત કરાયા; વિક્રમભાઈ ઠક્કરની રોટરી ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરીકે નિયુક્તિ બદલ અભિવાદન

બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લા વેપારી મંડળની કારોબારી બેઠક જિલ્લા પ્રમુખ શ્રી શિવરામભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના વેપાર-ઉદ્યોગના વિકાસ, વેપારીઓને સરકારી યોજનાઓનો લાભ મળી રહે તેમજ સંગઠનને વધુ મજબૂત બનાવવા સહિતના વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન ડૉ. દિલીપભાઈ પાધ્યાને સતત પાંચમી વખત એક્સપોર્ટ એવોર્ડ પ્રાપ્ત થતાં જિલ્લા વેપારી મંડળ દ્વારા તેમને શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમની આ સિદ્ધિને વેપાર અને નિકાસ ક્ષેત્ર માટે ગૌરવરૂપ ગણાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
આ ઉપરાંત, જિલ્લા વેપારી મંડળના ઉપપ્રમુખ શ્રી વિક્રમભાઈ એ. ઠક્કર, ડીસાની વર્ષ 2028-29 માટે રોટરી ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3055ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરીકે નિયુક્તિ થતાં તેમનું પણ જિલ્લા પ્રમુખ શ્રી શિવરામભાઈ પટેલ તથા કારોબારીના સભ્યો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જિલ્લા ઉદ્યોગ અધિકારીશ્રી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વેપારીઓને સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવતી વિવિધ યોજનાઓ, ઉદ્યોગોને મળતી સહાય અને સરકારી યોજનાઓનો લાભ મેળવવાની પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ અંગે ઉપસ્થિત વેપારીઓ સાથે ચર્ચા-વિચારણા પણ કરવામાં આવી હતી.
બેઠકમાં શ્રી દિલસુખભાઈ અગ્રવાલ, શ્રી સુરેશભાઈ અગ્રવાલ, શ્રી જયંતીભાઈ પટેલ, શ્રી સંદીપભાઈ પટેલ, શ્રી તરુણભાઈ ગુપ્તા, શ્રી ગીરીશભાઈ જગાણીયા, શ્રી મૂળચંદભાઈ ખત્રી સહિત કારોબારીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર બેઠક દરમિયાન બનાસકાંઠા જિલ્લાના વેપારી સંગઠનને વધુ સશક્ત બનાવવા, વેપારીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવા તેમજ જિલ્લાના ઉદ્યોગ-ધંધાના વિકાસને વેગ આપવા અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.
તંત્રી શ્રી પ્રવીણભાઈ પ્રજાપતિ (પવન)
પવન એક્સપ્રેસ | મો. 9998579515
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
