મતદારયાદીમાં નામ નોંધણી, સુધારા અને કમી માટે ચૂંટણી પંચની વિશેષ ઝુંબેશ

📰 પવન એક્સપ્રેસ

મતદારયાદીમાં નામ નોંધણી, સુધારા અને કમી માટે ચૂંટણી પંચની વિશેષ ઝુંબેશ

૧૮ વર્ષ પૂર્ણ કરનારા યુવાનો માટે મતદાર બનવાની ઉત્તમ તક: તા. ૧ ઓક્ટોબરથી વિશેષ નોંધણી ઝુંબેશનો પ્રારંભ

પાલનપુર: ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હી દ્વારા SIRની કામગીરી પૂર્ણ થઈ ગઈ હોય તેવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સતત મતદારયાદી સુધારણા (Continuous Updation) પ્રક્રિયા અંતર્ગત મતદારયાદીમાં નોંધણીથી બાકી રહેલા નાગરિકો તેમજ પ્રથમ વખત મતદાર તરીકે પાત્ર બનનારા ૧૮થી ૧૯ વર્ષના યુવાનોની મતદાર તરીકે નોંધણી માટે તા. ૦૧/૧૦/૨૦૨૬થી વિશેષ ઝુંબેશ (Special Drive) હાથ ધરવામાં આવી છે.

આ વિશેષ ઝુંબેશનો મુખ્ય હેતુ પાત્ર નાગરિકોને મતદારયાદીમાં નામ નોંધાવવાની તક ઉપલબ્ધ કરાવી મતદારયાદીને વધુ સુદૃઢ, ચોકસાઈપૂર્ણ અને અદ્યતન બનાવવાનો છે.

આ ઝુંબેશ અંતર્ગત તા. ૧૧/૧૦/૨૦૨૬, ૧૮/૧૦/૨૦૨૬, ૨૫/૧૦/૨૦૨૬ અને ૦૧/૧૧/૨૦૨૬ના રવિવારના રોજ બુથ લેવલ અધિકારીઓ સવારે ૧૦:૦૦થી સાંજે ૦૫:૦૦ કલાક સુધી પોતાના સંબંધિત મતદાન મથક ખાતે ઉપસ્થિત રહેશે.

આ દરમિયાન નાગરિકો મતદારયાદીમાં નામની નોંધણી, નામ કમી કરવા તેમજ મતદારયાદીની વિગતોમાં સુધારા માટેના હક-દાવા અને વાંધા સંબંધિત અરજીઓ રજૂ કરી શકશે. આ માટે અનુક્રમે ફોર્મ-૬, ફોર્મ-૭ અને ફોર્મ-૮નો ઉપયોગ કરવાનો રહેશે.

વધુમાં, Non-SIR સમયગાળા દરમિયાન ‘મતદાર નોંધણી નિયમો, ૧૯૬૦’ અનુસાર નિયત કરવામાં આવેલા ફોર્મ્સનો જ ઉપયોગ કરવાનો રહેશે. SIR તબક્કા દરમિયાન ફોર્મ-૬ સાથે જોડવામાં આવતું ઘોષણા પત્રક (Declaration Form) Non-SIR સમયગાળા દરમિયાન ઉપયોગમાં લેવાનું રહેશે નહીં.

આથી મતદારયાદીમાં નામ નોંધાવવાથી બાકી રહેલા નાગરિકો તથા પ્રથમ વખત મતદાર તરીકે પાત્ર બનેલા યુવાનોને આ વિશેષ ઝુંબેશનો લાભ લેવા અને નિયત તારીખોએ પોતાના સંબંધિત મતદાન મથક ખાતે જરૂરી કાર્યવાહી કરવા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, બનાસકાંઠા, પાલનપુર દ્વારા અખબારી યાદી મારફતે અનુરોધ કરવામાં આવ્યો છે.


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading