NSS સ્વયંસેવકો દ્વારા ભાદરવી પૂનમ અંતર્ગત મહાસ્વચ્છતા અભિયાન

📰 પવન એક્સપ્રેસ

NSS સ્વયંસેવકો દ્વારા ભાદરવી પૂનમ અંતર્ગત મહાસ્વચ્છતા અભિયાન

મગરવાડા-વડગામ વચ્ચેના રૂટ પર સ્વયંસેવકોએ પ્લાસ્ટિક કચરો એકત્ર કરી સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો

વડગામ:
શ્રી યુ.એચ. ચૌધરી આર્ટસ કોલેજ, વડગામના N.S.S. યુનિટ દ્વારા ભાદરવી પૂનમ અંબાજી મહામેળા અંતર્ગત તા. 28 સપ્ટેમ્બર, 2026ના રોજ **‘મહા સ્વચ્છતા અભિયાન’**નું આયોજન કરવામાં આવ્યું હતું.

આર્ટસ કોલેજના પ્રિન્સિપાલ ડો. લક્ષ્મણભાઈ વી. ગોળ સાહેબના સચોટ માર્ગદર્શન હેઠળ મગરવાડાથી વડગામ વચ્ચેના રૂટ પર NSSના સ્વયંસેવકો દ્વારા મહાસ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું.

અભિયાન દરમિયાન સ્વયંસેવકોએ માર્ગની આસપાસ યાત્રાળુઓ દ્વારા ફેંકવામાં આવેલા નાસ્તાના પ્લાસ્ટિકના પેકેટ, પ્લાસ્ટિકની પાણીની બોટલો સહિતનો કચરો એકત્રિત કરી સ્વચ્છતા જાળવવાનો સંદેશ આપ્યો હતો.

આ સાથે યાત્રાળુઓ તેમજ સ્થાનિક લોકોને સ્વચ્છતા જાળવવા, પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અને પર્યાવરણનું સંરક્ષણ કરવા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું આયોજન N.S.S. પ્રોગ્રામ ઓફિસર ડૉ. રમેશભાઈ એચ. ચૌધરી તથા સહ અધ્યાપક ડો. મોતીભાઈ એચ. ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું. NSS સ્વયંસેવકોની સક્રિય ભાગીદારીથી મહાસ્વચ્છતા અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું.

તસવીર અહેવાલ: પવન એક્સપ્રેસ


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading