GUJ AID (અમદાવાદ)ના સહયોગથી બ્રાહ્મણવાડાની મંત્રા ઇન્ડસ્ટ્રીઝમાં સ્ટાફને ફર્સ્ટ એડની તાલીમ અપાઈ

બ્રાહ્મણવાડાની મંત્રા ઇન્ડસ્ટ્રીઝમાં સ્ટાફને ફર્સ્ટ એડની તાલીમ અપાઈ

પવન એક્સપ્રેસ બ્રાહ્મણવાડા:
GUJ AID (અમદાવાદ)ના સહયોગથી બ્રાહ્મણવાડા ખાતે આવેલી મંત્રા ઇન્ડસ્ટ્રીઝમાં સ્ટાફ માટે તાત્કાલિક સારવાર એટલે કે ફર્સ્ટ એડની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તાલીમનું આયોજન GUJ AIDના ચેરમેન શ્રી સુરેશભાઈ ગામીના માર્ગદર્શન અને સહયોગથી કરવામાં આવ્યું હતું. તાલીમ દરમિયાન ઇન્ડસ્ટ્રીઝના સ્ટાફને અકસ્માત કે અચાનક તબિયત બગડવા જેવી પરિસ્થિતિમાં તાત્કાલિક શું પગલાં લેવા, પ્રાથમિક સારવાર કેવી રીતે આપવી તેમજ ઇમરજન્સી સમયે દર્દીને યોગ્ય મદદ કેવી રીતે પહોંચાડવી તે અંગે વ્યવહારુ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ મહત્વપૂર્ણ તાલીમ પ્રવીણભાઈ પ્રજાપતિ (પવન) દ્વારા આપવામાં આવી હતી. તાલીમ દરમિયાન સ્ટાફના સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને ફર્સ્ટ એડ અંગેની જરૂરી બાબતોને સમજવાનો પ્રયાસ કર્યો હતો.

મંત્રા ઇન્ડસ્ટ્રીઝના સ્ટાફે તાલીમને ઉપયોગી અને માર્ગદર્શક ગણાવી ખુશી વ્યક્ત કરી હતી. ઇન્ડસ્ટ્રીઝમાં કાર્યરત કર્મચારીઓ માટે આવી તાલીમ ભવિષ્યમાં કોઈપણ ઇમરજન્સી પરિસ્થિતિમાં તાત્કાલિક અને યોગ્ય મદદ પહોંચાડવામાં ઉપયોગી સાબિત થશે.

📰 પવન એક્સપ્રેસ
તંત્રી શ્રી પ્રવીણભાઈ પ્રજાપતિ (પવન)
મો. 9998579515


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading