ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૬
ડીસાથી અંબાજી ૧૦૦ કિ.મી.ની ‘પ્લાસ્ટિક મુક્ત સાઇકલ યાત્રા’




ડીસા: ભાદરવી પૂનમ મહામેળા નિમિત્તે રાજ્યના વન અને પર્યાવરણ, વાહનવ્યવહાર તથા ક્લાયમેટ ચેન્જ રાજ્ય મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને ડીસાથી અંબાજી સુધી આશરે ૧૦૦ કિલોમીટરની ‘પ્લાસ્ટિક મુક્ત સાઇકલ યાત્રા’ યોજાઈ હતી.
મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીએ જાતે ૧૦૦ કિ.મી. સાઇકલ ચલાવી ‘શ્રદ્ધાથી સ્વચ્છતા’ અને ગ્રીન મોબિલિટીનો પ્રેરક સંદેશ આપ્યો હતો. અંબાજી પહોંચ્યા બાદ તેમણે મા અંબાના દર્શન કરી ચાચર ચોક ખાતે ગરબામાં પણ સહભાગી બન્યા હતા.
યાત્રા દરમિયાન ડીસાથી અંબાજી માર્ગ પર આવેલા વિવિધ સેવા કેમ્પોમાં બાયોડિગ્રેડેબલ થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. પદયાત્રીઓ અને કેમ્પ સંચાલકોને સિંગલ-યૂઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા તેમજ કચરાનો યોગ્ય નિકાલ કરવા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.
આ અનોખી યાત્રામાં આશરે ૬૦ સાઇકલ યાત્રિકો અને ૬૦ પદયાત્રિકો મળી ૧૨૦થી વધુ માઈભક્તો જોડાયા હતા. ‘આઈએમએ ગ્રુપ, ડીસા’ દ્વારા પણ યાત્રામાં સક્રિય સહયોગ આપવામાં આવ્યો હતો.
શ્રદ્ધા, સ્વાસ્થ્ય અને પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે યોજાયેલી આ યાત્રાએ **‘શ્રદ્ધા સાથે સ્વચ્છતા, યાત્રા સાથે જવાબદારી અને દરેક પગલે પર્યાવરણની કાળજી’**નો સંદેશ આપ્યો હતો.
📰 પવન એક્સપ્રેસ
તંત્રી શ્રી પ્રવીણભાઈ પ્રજાપતિ (પવન)
મો. 9998579515
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
