📰 પવન એક્સપ્રેસ
વડગામના પૂર્વ સરપંચ શ્રી અમૃતપુરી ગણપતપુરી ગોસ્વામી પરિવાર દ્વારા અંબાજી પદયાત્રી સેવા કેમ્પનો શુભારંભ

વડગામ : ભાદરવી પૂનમના પાવન પર્વ નિમિત્તે અરાસુરી અંબાજી માતાના દર્શન માટે મોટી સંખ્યામાં માઈભક્તો પદયાત્રા કરીને અંબાજી તરફ પ્રસ્થાન કરી રહ્યા છે. આ દરમિયાન પદયાત્રીઓની સેવા-સુવિધા માટે વિવિધ સ્થળોએ સેવાકીય કેમ્પો શરૂ કરવામાં આવી રહ્યા છે.
વડગામના પૂર્વ સરપંચ શ્રી અમૃતપુરી ગણપતપુરી ગોસ્વામી પરિવાર દ્વારા દર વર્ષની પરંપરા જાળવી રાખીને આ વર્ષે પણ અંબાજી જતા પદયાત્રીઓની સેવા માટે પદયાત્રી સેવા કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
સેવા કેમ્પના પ્રારંભ પ્રસંગે પરિવારજનો તેમજ ગ્રામજનોની ઉપસ્થિતિમાં માતાજીની આરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ કેમ્પને પદયાત્રીઓની સેવા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
આ સેવા કેમ્પમાં અંબાજી તરફ પગપાળા જતા દૂર-દૂરથી આવતા માઈભક્તો માટે ચા-પાણી, નાસ્તો તેમજ આરામ સહિતની જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. લાંબી પદયાત્રા દરમિયાન થાકેલા યાત્રિકોને થોડો સમય આરામ મળી શકે અને તેમની જરૂરિયાત મુજબ સેવાઓ મળી રહે તે માટે કેમ્પ ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે.
ભાદરવી પૂનમના મેળા દરમિયાન અંબાજી તરફ જતા પદયાત્રીઓની સેવા કરવી એ ધાર્મિક ભાવના સાથે માનવસેવાનું પણ ઉત્તમ ઉદાહરણ છે. ગોસ્વામી પરિવાર દ્વારા દર વર્ષે કરવામાં આવતી આ સેવાકીય પ્રવૃત્તિને સ્થાનિક ગ્રામજનો દ્વારા પણ આવકારવામાં આવી છે.
સેવા પરમો ધર્મના ભાવ સાથે શરૂ કરાયેલા આ સેવા કેમ્પમાં મોટી સંખ્યામાં પદયાત્રીઓ લાભ લઈ રહ્યા છે.
📰 પવન એક્સપ્રેસ
તંત્રી શ્રી પ્રવીણભાઈ પ્રજાપતિ (પવન)
મો. 9998579515
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
