ગણેશોત્સવ અને ભાદરવી પૂનમના પાવન અવસરે બજરંગીસેના સેવા ટ્રસ્ટ દ્વારા રામરોટી સેવા

📰 પવન એક્સપ્રેસ

ગણેશોત્સવ અને ભાદરવી પૂનમના પાવન અવસરે બજરંગીસેના સેવા ટ્રસ્ટ દ્વારા રામરોટી સેવા

ટીનાભાઈ સોલંકી પરિવાર તરફથી ભાજીપાંઉના પ્રસાદનું આયોજન; દર રવિવારે 700 જેટલા જરૂરિયાતમંદોને ભોજન અપાય છે

પાલનપુર : દેવોમાં પ્રથમ પૂજાતા ભગવાન શ્રી ગણેશજીના પાવન દિવસો ચાલી રહ્યા છે ત્યારે જગતજનની આરાસુરી મા અંબાના ભાદરવી પૂનમના મેળાની પણ શરૂઆત થઈ છે. આ પાવન અવસરે પાલનપુરમાં માનવસેવાના ઉમદા ઉદ્દેશ સાથે બજરંગીસેના સેવા ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવતી ‘ભૂખ્યાને ભોજન—રામરોટી’ સેવા અંતર્ગત વિશેષ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

આજના સેવા કાર્યમાં દાતાશ્રી સ્વ. અલ્પેશકુમાર (અપિયો) ધર્માભાઈ સોલંકીની સ્મૃતિમાં ટીનાભાઈ સોલંકી પરિવાર તરફથી ભાજીપાંઉનો પ્રસાદ જરૂરિયાતમંદો અને બાળકોને આપવામાં આવ્યો હતો.

બજરંગીસેના સેવા ટ્રસ્ટ દ્વારા ચાલતી રામરોટી સેવા કાર્યકરો તથા દાતાશ્રીઓના સહયોગથી સતત આગળ ધપાવવામાં આવી રહી છે. ટ્રસ્ટ દ્વારા દર રવિવારે પાલનપુર શહેરના રામલીલા મેદાન, જૈન દાદાવાડી પાસે, જનકપુરી સોસાયટી પાસે, કર્ણાવ્રત સ્કૂલ પાસે તેમજ ગોબરી રોડ પર આવેલા પટણી વિસ્તારમાં જઈને બાળકો અને જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવામાં આવે છે.

આ સેવાકીય પ્રવૃત્તિનો લાભ દર રવિવારે અંદાજે 700 જેટલા લોકો લે છે. દાતાશ્રીઓના સહયોગ અને સેવાભાવી કાર્યકરોની મહેનતથી ‘રામરોટી’ સેવા દ્વારા ભૂખ્યા લોકોને ભોજન મળી રહે તે માટે સતત સેવાયજ્ઞ ચાલી રહ્યો છે.

આજના ભોજન પ્રસાદના આયોજન બદલ સોલંકી પરિવાર તથા સેવાકાર્ય સાથે જોડાયેલા તમામ દાતાશ્રીઓ અને કાર્યકરોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે દાતાશ્રી સ્વ. અલ્પેશકુમાર (અપિયો) ધર્માભાઈ સોલંકીની સ્મૃતિને ભાવપૂર્વક યાદ કરી પ્રાર્થના કરવામાં આવી હતી કે ભગવાન તેમના દિવંગત આત્માને પોતાના ચરણોમાં સ્થાન આપે અને પરિવારને આ સેવાકાર્ય માટે શક્તિ તથા આશીર્વાદ આપે.

સેવા પરમો ધર્મ — ભૂખ્યાને ભોજન એ જ સાચી માનવસેવા

📰 પવન એક્સપ્રેસ
તંત્રી શ્રી પ્રવીણભાઈ પ્રજાપતિ (પવન)
મો. 9998579515


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading