વડગામ તાલુકા સહકારી ખરીદ-વેચાણ સંઘના ચેરમેન-વાઈસ ચેરમેનની બિનહરીફ વરણી
ચેરમેન તરીકે કેશરભાઈ પી. ચૌધરી (કે.પી.) અને વાઈસ ચેરમેન તરીકે યાસીન ખાન જુણકીયાની વરણી
પવન એક્સપ્રેસ | વડગામ
તસવીર અહેવાલ : પુષ્કર ગોસ્વામી, વડગામ
વડગામ તાલુકાના ખેડૂતો સાથે સંકળાયેલી અને અંદાજે રૂ. ૨૦ કરોડનું વાર્ષિક ટર્નઓવર ધરાવતી વડગામ તાલુકા સહકારી ખરીદ-વેચાણ સંઘના સંચાલક મંડળના ૧૬ ડિરેક્ટરોની બિનહરીફ વરણી બાદ ચેરમેન અને વાઈસ ચેરમેનની પણ બિનહરીફ વરણી કરવામાં આવી હતી.
ચેરમેન અને વાઈસ ચેરમેનની વરણી માટે મંગળવારે વડગામ તાલુકા સહકારી ખરીદ-વેચાણ સંઘ ખાતે સંચાલક મંડળની બેઠક યોજાઈ હતી. ચૂંટણી અધિકારી તથા પાલનપુરના પ્રાંત અધિકારી ડો. ડી.એ. ભારાઈની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ચેરમેન તરીકે કેશરભાઈ પી. ચૌધરી (કે.પી.) તથા વાઈસ ચેરમેન તરીકે યાસીન ખાન જુણકીયાની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.
નવનિયુક્ત ચેરમેન અને વાઈસ ચેરમેનનું ઉપસ્થિત મહાનુભાવો તથા સહકારી આગેવાનો દ્વારા સ્વાગત કરી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
આ પ્રસંગે તાલુકા સહકારી ખરીદ-વેચાણ સંઘ દ્વારા ચૂંટણી અધિકારી સહિત જિલ્લા તથા તાલુકા કક્ષાના અધિકારીઓનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.
ચૂંટણી પ્રક્રિયાના સફળ સંચાલનમાં સંઘના મેનેજર વિનોદભાઈ ચૌધરી, સેક્રેટરી માંઘજીભાઈ જી. ધુળીયા સહિત વહીવટી સ્ટાફે મહત્વની કામગીરી કરી હતી.
કાર્યક્રમમાં એપીએમસી ચેરમેન પરથીભાઈ લોહ, પૂર્વ ચેરમેન કાળુભાઈ રાતડા, વાઈસ ચેરમેન ભગવાનસિંહ સોલંકી સહિત તાલુકાના વિવિધ સહકારી આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
નવનિયુક્ત ચેરમેન અને વાઈસ ચેરમેને સંઘના ખેડૂતો તથા સભાસદોના હિતમાં કામગીરીને વધુ મજબૂત બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
