



ગુજરાત સ્ટેટ કો-ઓપ. ક્રેડિટ સોસાયટીઝ ફેડરેશનની ૩૦મી વાર્ષિક સાધારણ સભા સંપન્ન
સહકારી અગ્રણી ઘનશ્યામભાઈ અમીન સતત ૯મી વખત NCUIમાં બિનહરીફ ચૂંટાતા ભવ્ય બહુમાન
પવન એક્સપ્રેસ
ગુજરાત: ગુજરાત સ્ટેટ કો-ઓપ. ક્રેડિટ સોસાયટીઝ ફેડરેશન લિ.ની ૩૦મી વાર્ષિક સાધારણ સભાનું આજે ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું. સભામાં રાજ્યભરની વિવિધ ધિરાણ સહકારી મંડળીઓ (ક્રેડિટ સોસાયટીઓ)ના પ્રમુખો, ડિરેક્ટરો તથા સહકારી ક્ષેત્રના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
વાર્ષિક સાધારણ સભા દરમિયાન ફેડરેશનના સંસ્થાપક ચેરમેન અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સહકારી ક્ષેત્રના અગ્રણી નેતા શ્રી ઘનશ્યામભાઈ અમીનની ઐતિહાસિક સિદ્ધિને બિરદાવવામાં આવી હતી.
નવી દિલ્હીની રાષ્ટ્રીય સહકારી સંસ્થા **નેશનલ કો-ઓપરેટિવ યુનિયન ઓફ ઈન્ડિયા (NCUI)**ની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં શ્રી ઘનશ્યામભાઈ અમીન ગુજરાત, રાજસ્થાન અને હરિયાણા રાજ્યના સંયુક્ત મતવિભાગમાંથી સતત ૯મી ટર્મ માટે ડિરેક્ટર તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.
આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત વિવિધ ક્રેડિટ સોસાયટીઓના હોદ્દેદારો તથા સહકારી અગ્રણીઓ દ્વારા શ્રી ઘનશ્યામભાઈ અમીનનું સાલ, શાલ અને પુષ્પગુચ્છ અર્પણ કરીને ભાવભર્યું બહુમાન કરવામાં આવ્યું હતું.
શ્રી અમીનની સતત નવમી વખતની બિનહરીફ જીતને ગુજરાતના સહકારી ક્ષેત્ર માટે ગૌરવપૂર્ણ સિદ્ધિ ગણાવી ઉપસ્થિત સહકારી આગેવાનોએ તેમને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. સભામાં સહકારી ક્ષેત્રના વિકાસ, ધિરાણ સહકારી મંડળીઓની કામગીરી અને આગામી દિવસોની વિવિધ પ્રવૃત્તિઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
