વાવ-થરાદ જિલ્લામાં જિલ્લા કક્ષાનું પશુ દવાખાનું અને આઈ.સી.ડી.પી. કચેરી શરૂ કરવા રજૂઆત
વાવ-થરાદ જિલ્લાના પશુપાલકોના હિતને ધ્યાનમાં રાખીને જિલ્લાના મુખ્ય મથકે જિલ્લા કક્ષાનું પશુ દવાખાનું (પોલીક્લિનિક) તેમજ જિલ્લા કક્ષાની ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના (આઈ.સી.ડી.પી.) ની કચેરી શરૂ કરવાની માંગ સાથે કરવામાં આવેલી રજૂઆતને હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે.
ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આ અંગે સંબંધિત વિભાગને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હોવાનું પત્ર દ્વારા જણાવાયું છે.
આ રજૂઆત ભારતીય જનતા પાર્ટીના થરાદ શહેરના પૂર્વ મહામંત્રી શ્રી પ્રકાશભાઈ સુરજમલ સોની દ્વારા કરવામાં આવી હતી. પશુપાલકોને જિલ્લા કક્ષાની પશુચિકિત્સા અને પશુ વિકાસની સેવાઓ સ્થાનિક સ્તરે ઉપલબ્ધ થાય તે માટે આ રજૂઆત કરવામાં આવી હતી.
વાવ-થરાદ જિલ્લાના પશુપાલકો વતી માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. પશુપાલકોનું માનવું છે કે જિલ્લા કક્ષાની આ બંને કચેરીઓ શરૂ થતાં જિલ્લાના હજારો પશુપાલકોને સમયસર અને ગુણવત્તાસભર પશુ આરોગ્ય તેમજ પશુ વિકાસની સેવાઓનો સીધો લાભ મળશે.
– સમસ્ત વાવ-થરાદ જિલ્લાના પશુપાલકો
અહેવાલ: ભીખાલાલ પ્રજાપતિ
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
