વર્ષ 2020 માં એટીએસે પંજાબથી મુંબઇ લઇ જવાતું રૂ.1.51 કરોડનું ચરસ ઝડપી પાડ્યું હતું

ખેમાણા ટોલ નાકા પર ચરસ સાથે ઝડપાયેલ ઓરગાબાદના શખ્સને 20 વર્ષ સખ્ત કેદની સજા
પાલનપુરની કોર્ટે ચરસની હેરાફેરીમાં જામીન મેળવ્યા બાદ નાસતા ફરતા આરોપીએ વોન્ટેડ જાહેર કર્યો
પાલનપુર આબુરોડ હાઇવે પર આવેલ ખેમાણા ટોલનાકા પર છ વર્ષ અગાઉ એટીએસની ટીમે વોચ ગોઠવીને ગાડી મારફતે પંજાબથી મુંબઇ લઇ જવામાં આવી રહેલ રૂ.1.51 કરોડના માંદક ચરસ સાથે ઓરગાબાદ ના બે શખ્સને ઝડપી પાડી તેમની વિરુદ્ધ પાલનપુર તાલુકા પોલીસ મથકે એન.ડી.પી.એસ નો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જે કેસ પાલનપુરની કોર્ટમાં ચાલી જતાં કોર્ટે એક આરોપીએ 20 વર્ષ સખ્ત કેદની સજા ફટકારી છે જ્યારે આ કેસમાં વચગાળાના જામીન બાદ નાસતા ફરતા આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે
અમદાવાદ એટીએસની ટીમે બાતમીના આધારે ગત.તાં.01/03/2020 ના રોજ પાલનપુર તાલુકાના ખેમાણા ટોલનાકા પર વોચ ગોઠવીને આબુરોડ તરફથી આવેલ એક ગાડીની તલાશી લેતા તેમાથી રૂ.1.51 કરોડનું પ્રતિબંધિત અને માંદક 16.753 ગ્રામ નશીલું ચરસ મળી આવતા યુવાધનને બરબાદ કરતા આ ચરસની હેરાફેરી કરનાર ગાડીમાં સવાર મુંબઈના ફહિમ અઝીમબેગ અને ઓરગાબાદ ના સમીર અહેમદ શેખને ઝડપી લેવામાં આવ્યા હતા જોકે આ બન્ને આરોપી પંજાબના લુધીયાણાથી આ ચરસનો જથ્થો મુંબઈ લઇ જઇ રહ્યા હોય તેમની વિરુદ્ધ પાલનપુર તાલુકા પોલીસ મથકે એનડીપીએસનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો કે કેસ પાલનપુરના એડિશનલ સેશન્સ જજ ડી.એસ.શ્રીવાસ્તવની કોર્ટમાં ચાલતા સરકારી વકીલ દીપકભાઈ પુરોહિત દ્વારા રજૂ કરવામાં આવતા મોખિક તથા દસ્તાવેજી પુરાવા અને ગુજરાત હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટોને ધ્યાને લઇ ન્યાયાધીશે આરોપી સમીર અહેમદ શેખને તકસીરવાર ઠેરવીને 20 વર્ષ સખ્ત કેદની સજા અને બે લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે જ્યારે આ કેસમાં વચગાળાના જામીન મેળવ્યા બાદ પોલીસ પકડ અને જેલ થી બચવા નાસતા ફરતા આરોપી ફહિમ અઝીમબેગ મુંબઈ વાળાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
