પાલનપુર ડી-માર્ટમાં 4 ફૂટના કોબ્રા સાપનું સફળ રેસ્ક્યૂ
પાલનપુર સ્થિત ડી-માર્ટમાં અંદાજે 4 ફૂટ લાંબા કોબ્રા પ્રજાતિના ઝેરી સાપ દેખાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં દિશા ફાઉન્ડેશન વાઇલ્ડલાઇફ રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.
રેસ્ક્યૂ ટીમના સભ્યો પ્રકાશ બોરેશા અને ધ્રુવીન પરમાર દ્વારા સંપૂર્ણ સાવચેતી અને કુશળતા સાથે સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું. ત્યારબાદ સાપને સુરક્ષિત રીતે તેના કુદરતી આવાસમાં મુક્ત કરવામાં આવ્યો.
📞 હેલ્પલાઇન: 9662970020
દિશા ફાઉન્ડેશનની અપીલ:
સાપ કે અન્ય કોઈપણ વન્યજીવ જોવા મળે તો તેને મારવાનો પ્રયાસ ન કરો. તરત જ દિશા ફાઉન્ડેશન વાઇલ્ડલાઇફ રેસ્ક્યૂ ટીમ અથવા વન વિભાગનો સંપર્ક કરો.
વન્યજીવોને બચાવીએ, પ્રકૃતિનું સંતુલન જાળવીએ.

Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
