શાળા પ્રવેશોત્સવ 2026
પવન એક્સપ્રેસ
અહેવાલ: ભીખાલાલ પ્રજાપતિ
આજથી પ્રારંભ થયેલા શાળા પ્રવેશોત્સવ અંતર્ગત વડગામ તાલુકાની થુવર વણસોલ પ્રાથમિક શાળા અને વડગામ ખાતે પ્રવેશોત્સવનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો તથા નવપ્રવેશી ભૂલકાઓનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું.
શિક્ષણ એ બાળકના જીવનનો મજબૂત પાયો છે, જે તેને જ્ઞાન, સંસ્કાર અને સફળતાના માર્ગે આગળ વધારવાનું કાર્ય કરે છે. દરેક બાળક ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રાપ્ત કરી પોતાના સપનાઓને સાકાર કરી શકે તે માટે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે.
શાળા પ્રવેશોત્સવ જેવા અભિયાનો દ્વારા શિક્ષણ પ્રત્યે જાગૃતિ વધારવાની સાથે બાળકોના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. “ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત”ના સંકલ્પ સાથે શિક્ષણનો પ્રકાશ દરેક ઘેર પહોંચે તે માટે સૌનો સહયોગ જરૂરી છે.આ અંતગૅત બાબુભાઈ ચૌધરી કોદરામ માધ્યમિક શાળા આચાર્ય ચેહરાજી ઠાકોર જીલ્લા પંચાયત સદસ્ય લક્ષમણભાઇ પ્રજાપતિ ઉપપ્રમુખ ભાજપ વડગામ ભોપાલસિહ ડાભી મંત્રી ભાજપ વડગામ મહેબૂબ ભાઈ મનસુરી મહામંત્રી લઘુમતી મોરચો બનાસકાંઠા પ્રવિણ ભાઈ સોલંકી મહામંત્રી અનુસુચિત જાતિ મોરચો બનાસકાંઠા હેતલબેન પટેલ સીઆરસી કો ઓ છાપી તથા ગામના સરપંચ ગામ જનો વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહી બાળકો ને પ્રોત્સાહન પૂરું પાડ્યું



Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
