પાલનપુર નજીક લક્ઝરી બસમાંથી દારૂ ઝડપાયો

પાલનપુર નજીક લક્ઝરી બસમાંથી દારૂ ઝડપાયો:1957 બોટલ દારૂ સાથે બે બુટલેગરની ધરપકડ

નાસકાંઠા LCB એ પાલનપુર નજીકથી એક લક્ઝરી બસમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં 1957 બોટલ દારૂ સાથે બે બુટલેગરની ધરપકડ કરવામાં આવી છે. આ દારૂ રાજસ્થાનથી ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો હતો.

બનાસકાંઠા રેન્જ પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચનાથી જિલ્લામાં દારૂબંધીના કડક અમલ માટે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવામાં આવી છે. LCB ના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એમ. રાઠોડ, પી.એસ.આઈ. આર.બી. જાડેજા અને જે.એસ. ગઢવીની ટીમોએ દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે કાર્યવાહી હાથ ધરી હતી.

LCB ટીમે સોની ટ્રાવેલ્સની AR-11-H-5544 નંબરની લક્ઝરી બસને રોકાવી તપાસ કરી હતી. બસની પેસેન્જર સ્લીપર સીટોમાં છુપાવેલો રૂ. 8.56 લાખથી વધુ કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. દારૂ અને બસ સહિત કુલ રૂ. 28,74,098 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

પી.એસ.આઈ. આર.બી. જાડેજાને બાતમી મળી હતી કે, રાજસ્થાનથી ગુજરાતમાં આવતી પેસેન્જર લક્ઝરી બસોના ચાલક અને ખલાસીઓ પેસેન્જરોના સામાનની આડમાં દારૂની હેરાફેરી કરી રહ્યા છે. આ બાતમીના આધારે LCB ટીમે રાજસ્થાન તરફથી આવતા વિવિધ ઇન-પોઈન્ટ્સ પર લક્ઝરી બસોનું ચેકિંગ શરૂ કર્યું હતું.

પોલીસે લક્ઝરી બસના ચાલક વિક્રમસિંહ છગનસિંહ પુનમસિંહ પરમાર (રહે. બોરાવાસ, ટીલવાડા, તા. પચ્છપદરા, બાડમેર, રાજસ્થાન) અને હિરાલાલ મુલચંદભાઈ વણજારા (રહે. પંચવટી રો હાઉસ, રામરોડ, નારોલ, અમદાવાદ)ની ધરપકડ કરી છે. આ બંને સામે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading