CBIએ ભાગેડુ આરોપી મોહમ્મદ નવાસનું UAEથી ભારતમાં પ્રત્યાર્પણ કર્યું
ગઇકાલે આરોપીને દિલ્હી લવાયો હતો જ્યાં પોલીસે તેને કસ્ટડીમાં લીધો હતો.
કેન્દ્રીય તપાસ બ્યુરો CBIએ વિદેશ અને ગૃહ મંત્રાલય સાથે સંકલન કરીને ભાગેડુ આરોપી મોહમ્મદ નવાસ કક્કટઇસ્માઇલનું સંયુક્ત આરબ અમીરાતથી ભારતમાં પ્રત્યાર્પણ કર્યું છે. સીબીઆઈએ જણાવ્યું કે, આરોપી દિલ્હી પોલીસ દ્વારા ખંડણી, છેતરપિંડી અને ગુનાહિત ગેરરીતિ જેવા ગુનાઓ માટે નોંધાયેલા કેસનાસંદર્ભમાં વોન્ટેડ હતો.દિલ્હી પોલીસની વિનંતીપર કાર્યવાહી કરતા, સીબીઆઈએ અગાઉ ઇન્ટરપોલના માધ્યમથીઆરોપી સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી. ત્યારબાદ યુએઈના અધિકારીઓ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી. ગઇકાલે આરોપીને દિલ્હી લવાયો હતો જ્યાં પોલીસે તેને કસ્ટડીમાં લીધો હતો.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
