પાલનપુરમાં આવેલ ગૌશાળામાં બીમાર અને અશક્ત ગાયો માટે ગરમીથી બચવા ફુવારા લગાવવામાં આવ્યા.





પાલનપુરમાં આબુ હાઇવે પર આવેલ ત્રણ ભાઈઓ દ્વારા ગૌશાળા બનાવી છે જ્યાં શહેરની એકમાત્ર પશુઓની હોસ્પિટલમાં બીમાર અકસ્માત થયેલ અશક્ત ગાયોને સારવાર કરવામાં આવે છે અત્યારે કાળજાળ ગરમી પડતી હોય ગાયોને ગરમીથી રક્ષણ માટે અગાઉ શાળામાં ફુવારા ગોઠવવામાં આવ્યા છે જેથી ગાયોને ગરમીમાં રાહત મળે
પાલનપુર આબુ હાઇવે ઉપર આવેલ ગૌશાળા પરેશભાઈ પ્રજાપતિ પરિનભાઈ પ્રજાપતિ અને પ્રકાશભાઈ પ્રજાપતિ દ્વારા પિતાના આશીર્વાદ થકી ગૌશાળા બનાવવામાં આવી છે જ્યાં બીમાર અશક્ત અને અકસ્માત ગ્રસ્ત ગાયોની સારવાર કરવામાં આવે છે
અંગે પરેશભાઈ જણાવ્યું હતું કે શહેરની એકમાત્ર પશુઓની હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ દ્વારા ગાયોને લવાય છે અને અત્યારે 65 જેટલી ગાયોની સારવાર ચાલુ છે આ દરમિયાન છેલ્લા એક સપ્તાહથી ભારે ગરમી પડતી રહી હોય ગાયોને ગરમીથી રાહત અપાવવા માટે 50થી વધુ ફુવારા ગોઠવવામાં આવ્યા છે જે મોટર દ્વારા પાણી ખેંચીને પાઇપ દ્વારા ફુવારા થી ગાયો ઉપર પાણી જ અટકાવ કરે છે અને ગાયોને ગરમી માંથી રાહત આપે છે
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
