PEN પ્રજાપતિ સમાજની બીજનેસ સમિટ યોજાઈ

PEN પ્રજાપતિ સમાજની બીજનેસ સમિટ યોજાઈ

PEN (પ્રજાપતિ એન્ટરપ્રિચ્યોર નેટવર્ક) ને બિઝનેસ અને પાલનપુરમાં આવેલ એક હોટલમાં યોજાઇ હતી તેમાં પાલનપુર તેમજ આજુબાજુના વિસ્તારના પ્રજાપતિ સમાજના નાના-મોટા ઉદ્યોગ સાહસિકો મળ્યા હતા.

PEN નો ગોલ છે કે તમામ પ્રજાપતિ ઉદ્યોગ સાહસિકો પોતાનો બિઝનેસ એકબીજા સાથે શેર કરે અને પોતાના ઉદ્યોગમાં આગળ વધે જેથી નાના મોટા વેપારીઓ એકબીજાનો હાથ પકડી એકબીજાને ઉપર લાવી શકે આ ધ્યેય સાથે PEN કામ કરી રહ્યું છે,

PEN અત્યારે અમદાવાદ સુરત વડોદરા રાજકોટ મહેસાણા મુંબઈ અને પાલનપુરમાં પોતાના ચેપ્ટર ચલાવી રહ્યું છે અને અત્યારે 300 કરતાં પણ વધારે પ્રજાપતિ ઉદ્યોગ સાહસિકો વેપારીઓ PEN ના સભ્યો બની ચૂક્યા છે અને પોતાના બિઝનેસને આગળ વધારી રહ્યા છે,

PEN ની આજની બિઝનેસ સમિટમાં આવેલ વેપારીઓને પેન વિશેની માહિતી આપવામાં આવી હતી અને PEN ની કાર્યશૈલીની જાણકારી વિસ્તૃત રીતે જણાવવામાં આવી હતી તથા વેપારીઓના પરિચય લેવામાં આવ્યા હતા અને વેપારીઓ નાં અભિપ્રાય પણ જાણ્યા હતા.

આ સમિતમાં 80 કરતા પણ વધારે વેપારીઓ જોડાયા હતા જેમાંથી અંદાજે 30 જેટલા વેપારીઓએ PEN ના સભ્ય બની આ સમિટ ને સક્સેસ બનાવી હતી.

આ પ્રોગ્રામનું સફળ સંચાલન હિતેશભાઈ પ્રજાપતિએ કર્યું હતું અને રાકેશભાઈ, મનોજભાઈ, મહેશભાઈ, પાઘડી શેઠ તેમજ સાથે આવેલા તમામ મિત્રોએ આ સમિતને સક્સેસ બનાવવામાં સારી એવી જહેમત ઉઠાવી હતી. અને બધા વેપારીઓ વતી ભરતભાઈએ PEN ના સભ્યો ની આભાર માન્યો હતો. અને અંતે બધા જમીને છૂટા પડ્યા હતા.


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading