પાલનપુરમાં ભાજપની ટિકિટ કપાતા પૂર્વ નગરસેવિકાએ અપક્ષ ઉમેદવારને ટેકો જાહેર કર્યો
ત્રણ ત્રણ ટર્મ ચૂંટણી લડનાર પૂર્વ નગરસેવિકાએ ભાજપ સાથે છેડો ફાડ્યો

ભાજપના પૂર્વ નગરસેવકે ટિકિટ કપાતા પક્ષ પલટો કરી કોંગ્રેસમાં ઉમેદવારી નોંધાવી
પાલનપુર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે નોરીપીટ થિયરી અપનાવીને મોટા ભાગના જૂના જોગીઓની ટીકીટ કાપીને નવા ચહેરાઓને તક આપતા ભાજપના પૂર્વ નગરસેવકોમાં ભારે અસંતોષ ફેલાયો છે જેમાં વોર્ડ નંબર દશ માં એક મહિલા નગરસેવિકાની ટિકિટ કપાતા તેમને અપક્ષ ઉમેદવારને મેદાનમાં ઉતારીને તેને ખુલ્લો ટેકો જાહેર કરી ભાજપ સાથે છેડો ફાડ્યો છે તેમજ એક પૂર્વ નગરસેવકે પક્ષ પલટો કરી કોંગ્રેસમાં ઉમેદવારી નોંધાવી છે
પાલનપુર શહેરમાં ભાજપના ગઢ ગણાતા વોર્ડ નંબર દશમાં ગત ટર્મની ચૂંટણીમાં ભાજપની પેનલ ચૂંટાઈ આવી હતી જે ચારેય નગરસેવકોની આ ચૂંટણીમાં બાદબાકી કરવામાં આવી છે જેને લઇ આ બેઠક પર ત્રણ વાર ભાજપના પ્રતીક પર ચૂંટણી લડનાર પૂર્વ નગરસેવિકા જાગૃતિબેન મહેતાની ટિકિટ કપાતા ભાજપથી નારાજ આ પૂર્વ નગરસેવિકા ભાજપ સાથે છેડો ફાડીને વોર્ડ નંબર દશમાં અક્ષપ ઉમેદવારી કરનાર અલકાબેન મહેતાને ખુલ્લો ટેકો આપી તેમને સમર્થન જાહેર કર્યું છે તેમજ વોર્ડ નંબર આઠમા પૂર્વ નગરસેવક કૌશલ જોશી ની ટીકીટ કપાતા તેમને પક્ષ પલટો કરી કોંગ્રેસની પેનલ બનાવી છે ચૂંટણી જંગમાં જંપલાવ્યું છે આમ નો રીપીટ થિયરીમાં ટિકિટ કપાયેલા ભાજપના કેટલાક પૂર્વ નગરસેવકો કોંગ્રેસ તેમજ અપક્ષના સમર્થનમાં જતા રાજકિય ગતિવિધિઓ તેજ બની છે
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
