બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આયારામ ગયારામ નો દોર શરૂ

બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આયારામ ગયારામ નો દોર શરૂ.

પાલનપુર નગરપાલીકાના પૂર્વ ભાજપના નગરસેવક પિતા પુત્રે સમર્થકો સાથે કોંગ્રેસનો ખેસ પહેર્યો.

ભાજપમાં આવેલ રબારી સમાજના યુવાને ટિકિટ કપાતા કોંગ્રેસમાં ઘર વાપસી કરી.

બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ભાજપમાં દાવેદારોની ટિકિટો કપાતા નારાજગી છવાઇ છે સાથે ભાજપના પૂર્વ નગરસેવકો બળવો કરીને પક્ષ પલટો કરતા થતા છે જેમાં પાલનપુરમાં છેલ્લા વીસ વર્ષથી રાજકારણમાં સક્રિય એવા વોર્ડ નંબર એકના પૂર્વ નગરસેવક પિતા પુત્રની ભાજપે પરિવારબાદને ટિકિટ કાપતા તેઓ પક્ષ પલટો કરીને તેમના સમર્થકો સાથે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે સાથે મૂળ કોંગ્રેસી અને ભાજપમાં જોડાયેલા એક રબારી સમાજના યુવાનની ટીકીટ કપાતા તેમને પણ ઘરવાપસી કરી છે.

ભાજપે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ભાજપે ત્રણ ટર્મ ચૂંટણી લડેલા જન પ્રતિનિધિઓ તેમજ તેમના પરિવારના સભ્યને ટિકિટ નહિ આપવા નોરિપિટ થીયરી અમલમાં મુકી છે જેને લઇ ભાજપમાં વર્ષોથી દબદબો ધરાવતા જન પ્રતિનિધિઓનું આ ચૂંટણીમાં પત્તું કપાતા નારાજગી છવાઇ છે જેમાં પાલનપુર વોર્ડ નંબર એકમાં ત્રણ વાર ચૂંટાઈ આવનાર શાંતિભાઈ પી પઢિયાર ની ગત ચૂંટણીમાં ટિકિટ કાપીને ભાજપે તેમના પુત્રને ટિકિટ આપી હતી જ્યારે આ ચૂંટણીમાં ભાજપે તેમના પુત્ર આશિષ પઢિયારની પણ પરિવારવાદને લઇ ટિકિટ આ પિતા પુત્ર ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે તેમજ ડીસા તાલુકાના નેસડા બેઠક પર ભાજપની ટિકિટ ન મળતા ભાજપમાં જોડાયેલા મૂળ કોંગ્રેસી નરસિંહભાઇ હાથીભાઈ રબારીએ પણ કોંગ્રેસમાં ઘરવાપસી કરી છે જોકે ટિકિટો ન મળવાને લઇ રાજકીય આગેવાનો પોતાનો મોભો જાળવી રાખવા પક્ષ પલટો કરતા જિલ્લામાં આયારામ ગયારામનો દોર શરૂ થવા પામ્યો છે.


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading