“ઠંડા મિનરલ પાણીની સેવા પરબનો પ્રારંભ” સેવાભાવી તબીબ ડૉ. સુરેન્દ્ર ગુપ્તા દ્વારા સમાજ સેવા ક્ષેત્રે સતત નોંધપાત્ર કાર્ય.

ઠંડા મિનરલ પાણીની સેવા પરબનો પ્રારંભ’

બનાસકાંઠા જિલ્લાના જાણીતા સેવાભાવી તબીબ ડૉ. સુરેન્દ્ર ગુપ્તા દ્વારા સમાજ સેવા ક્ષેત્રે સતત નોંધપાત્ર કાર્ય કરવામાં આવે છે. માનવ સેવા એ જ મહાન સેવા છે તે સૂત્રને સાર્થક કરતા તેઓ સમયાંતરે અનેક સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરતા રહે છે. હાલમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે લોકોને રાહત મળે તે માટે પાલનપુરના હનુમાન ટેકરી, આબુ હાવે વિસ્તાર, માં ઠંડા મિનરલ પાણીની પરબ શરૂ કરવામાં આવી છે.

રુચિ હોસ્પિટલ તથા એડવાન્સ ગેસ્ટ્રો એન્ડ લીવર કેરના સહયોગથી સંચાલિત આ સેવા પરબનું વિધિવત ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ઉનાળાની તીવ્ર ગરમીમાં પસાર થતા લોકો માટે આ પરબ આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે. દરરોજ મોટી સંખ્યામાં લોકો અહીં આવી ઠંડુ અને શુદ્ધ મિનરલ પાણી પીતા જોવા મળે છે. ખાસ કરીને હનુમાન ટેકરી વિસ્તારમાં આવતા શ્રદ્ધાળુઓ, મુસાફરો અને સ્થાનિક રહેવાસીઓ માટે આ સેવા અત્યંત ઉપયોગી બની રહી છે.

આ પ્રસંગે પાલનપુર તાલુકા ભાજપ પ્રમુખ રમેશભાઈ પટેલ, ડૉ. સુરેન્દ્ર ગુપ્તા, ડૉ. એકાંત ગુપ્તા, ગૌરાંગ પાધ્યા, નિર્દોષ ગુપ્તા, ભૂમિ ગુપ્તા સહિત અનેક આગેવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા આ સેવાકીય કાર્યની સરાહના કરવામાં આવી અને આવનારા સમયમાં પણ આવી પ્રવૃત્તિઓ ચાલુ રાખવા પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.

આ મિનરલ પાણીના મંડપ માટે સતનામસાખી મંડપનો મહત્વપૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો હતો, જેના કારણે આ સેવા વ્યવસ્થિત રીતે સંચાલિત થઈ રહી છે. સમગ્ર આયોજનમાં સેવાભાવ અને સમાજ પ્રત્યેની જવાબદારી સ્પષ્ટપણે જોવા મળે છે.

હનુમાન ટેકરી વિસ્તારમાં ચાલી રહેલી આ પાણીની પરબ માત્ર તરસ બુઝાવવાનો ઉપક્રમ નથી, પરંતુ માનવતાની સુંદર મિસાલ છે. ગરમીના આ સમયમાં લોકો અહીં ઠંડા પાણીથી તરસ છીપાવી આ સેવા પરબને દિલથી આશીર્વાદ આપે છે.

ડૉ. સુરેન્દ્ર ગુપ્તા અને તેમનાં પરિવાર દ્વારા કરવામાં આવતી આવી સેવાકીય પ્રવૃત્તિઓ સમાજ માટે પ્રેરણારૂપ બની રહી છે અને ભવિષ્યમાં પણ આ પ્રકારનાં માનવતાભર્યા પ્રયાસો ચાલુ રહેશે એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

અહેવાલ : ભીખાલાલ પ્રજાપતિ


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading