“જનસેવા એ જ પ્રભુસેવા ગ્રુપ પાલનપુર દ્વારા સાઇબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ યોજાયો”

“જનસેવા એ જ પ્રભુસેવા ગ્રુપ પાલનપુર દ્વારા સાઇબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ યોજાયો”

 

આજના ડિજિટલ ફાસ્ટ યુગમાં સાઇબર ક્રાઇમ ના અસંખ્ય બનાવો બને છે. વરસે લોકો પોતાના લાખો રૂપિયા સાઇબર ક્રાઇમનો ભોગ બનીને ગુમાવતા હોય છે. સાઇબર ક્રાઇમ થિ બચવા માટે, તેની જાગૃતિ માટે આજે જનસેવા એ જ પ્રભુ સેવા ગ્રુપ દ્વારા ગ્રુપના સર્વે સભ્યો,ફેમિલી મેમ્બર માટે એક સુંદર કાર્યક્રમ યોજાયો. જેમાં પોલીસ ડિપાર્ટમેન્ટના સાયબર ક્રાઇમ વિભાગના શૈલેષભાઈ લુવા દ્વારા સાઈબર ક્રાઇમ વિશે, તેના બનતા અલગ અલગ બનાવો વિશે વિગતવાર માહિતી આપી હતી. whatsapp, ફેસબુક, instagram માં થતા સ્કેમ વિશે તેમને વિગતવાર માહિતી આપી હતી. તેમાં જાગૃતિ કેળવવાના ઉપાયો પણ તેમને જણાવ્યા હતા. આજના કાર્યક્રમમાં ગ્રુપના સર્વે સભ્યો અને ફેમિલી મેમ્બર ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading