શ્રીમતી સાળવી પ્રાથમિક શાળા ખાતે એવોર્ડ અને પ્રમાણપત્ર વિતરણ સમારોહ યોજાયો.

શ્રીમતી સાળવી પ્રાથમિક શાળા ખાતે એવોર્ડ અને પ્રમાણપત્ર વિતરણ સમારોહ યોજાયો.

વર્ષ દરમિયાન શિક્ષણની સાથે વિવિધ શૈક્ષણિક સ્પર્ધાઓ, સાંસ્કૃતિક હરિફાઈઓ, રમતગમત ,કલાક્ષેત્રે વિશેષ સિદ્ધિ મેળવેલ ધોરણ- ૬ થી ૮ ના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટેનો અનોખો કાર્યક્રમ શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ, પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંલગ્ન શ્રીમતી એસ.સી.સાળવી અને શ્રીમતી એમ. એસ. સાળવી પ્રાથમિક શાળા ખાતે યોજાઈ ગયો.

આ પ્રસંગે મંડળના મંત્રી જયંતીભાઈ ઘોડા, ઉપપ્રમુખ પ્રકાશભાઈ ગામી તેમજ સન્માનીય બાળકોના વાલીઓના વરદ હસ્તે વર્ષ દરમિયાન સાંસ્કૃતિક સ્પર્ધાઓ, રમતગમત ક્ષેત્રે, બાળ પ્રતિભા ક્ષેત્રે વિશેષ સિદ્ધિ મેળવનાર બાળકોને શાળા તરફથી શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. તદઉપરાંત, વર્ષ – ૨૦૨૫/૨૬ માં વિશેષ પ્રદર્શન કરનાર બાળકોને સ્ટુડન્ટ ઓફ ધ યર એવોર્ડ અને પ્લેયર ઓફ ધ યર એવોર્ડ ફ્રેયા મેવાડા અને આર્ટિસ્ટ ઓફ ધ યર નો એવોર્ડ અનમોલ જગાણીયાને એનાયત કરવામાં આવ્યા હતા. આ સાથે વર્ષ દરમિયાન સંપૂર્ણ હાજર રહેનાર વિદ્યાર્થીઓ અને સ્કાઉટ ગાઈડ રાજ્યપાલ પુરસ્કાર વિજેતાઓને પણ વિશેષ પુરસ્કાર અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં.

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન મંડળના પ્રમુખ રમેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શાળાના આચાર્ય રવિન્દ્રભાઈ મેણાત, મહેશભાઈ પટેલ અને ઉપાચાર્યા રંજનબેન પટેલ તથા સ્ટાફ મિત્રોના સહયોગ થી કરવામાં આવ્યું હતું.

 

અહેવાલ : ભીખાલાલ પ્રજાપતિ


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading