પાલનપુરમાં પોલીસ દ્વારા મહિલા સુરક્ષાનું અભિયાન
પ્રાઇવેટ કલબમાં, જાહેર જગ્યા ઉપર તેમજ થિયેટરમાં વિડિયો ક્લિપ્સ દ્વારા જાગૃતિ ફેલાવી

પાલનપુર શહેર પોલીસે મહિલા સુરક્ષા અને તેમના અધિકારો અંગે જાગૃતિ લાવવા માટે એક વિશેષ અભિયાન શરૂ કર્યું છે બનાસકાંઠા જિલ્લાના બનાસકાંઠા જિલ્લામાં આવી એક પહેલ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે
આ વીડિયો ક્લિપ્સમાં ગુજરાતમાં બનેલા વાસ્તવિક કિસ્સાઓને એઆઈના માધ્યમથી વિડીયો બનાવી રજૂ કરવામાં આવ્યા અને તેમાં દર્શાવવામાં આવ્યું કે કેવી રીતે મહિલા ઉપર અત્યાચાર કરવામાં આવે છે અને ગણતરીના દિવસોમાં જ આરોપીઓને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવે છે અને સજા આપવામાં આવે છે.

એઆઈ દ્વારા બનાવવામાં આવેલ વીડિયોમાં ત્રણેય ઘટનાઓને જાહેર જગ્યા ઉપર ક્લબ તેમજ થિયેટરમાં અને અન્ય જગ્યાઓ પર રજૂ કરીને પોલીસ તંત્ર એ લોકોમાં વિશ્વાસ જગાવવાનો પ્રયાસ કરી રહી છે કે મહિલાઓની સુરક્ષા માટે હંમેશા પોલીસ પ્રતિબંધ છે પોલીસે બહેનો અને દીકરીઓને ડર્યા વિના કોઈ પીછો કરે તો તરત જ 112 અથવા 181 અભયમ હેલ્પલાઇન પર જાણ કરવા અપીલ કરી હતી.
અને પોલીસ દ્વારા એક જાહેર અપીલ પણ કરવામાં આવી હતી કે જ્યારે કોઈ માતા કે દીકરી ઉપર અત્યાચાર ગુજરતો હોય ત્યારે તેની મદદ કરવી જોઈએ માત્ર વિડીયો ઉતારવાના ન આવે અને કાયદો તેમની ઢાલ બની છે અને બહેનોએ હિંમત કેળવીને મૌન તોડવું જોઈએ.

Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
