ફેસબુક પર દોસ્તી કરી યુવકને હનીટ્રેપમાં ફસાવતી ગેંગ ઝડપાઇ

સોશિયલ મીડિયાના જમાનામાં સાવચેત રહો. નહીંતર આ રીતે ફસાઈ જતા વાર નહીં લાગે.

મહેસાણા : ફેસબુક પર દોસ્તી કરી યુવકને હનીટ્રેપમાં ફસાવતી ગેંગ ઝડપાઇ: મહેસાણા પોલીસે ૭ આરોપીઓની કરી ધરપકડ

અમદાવાદના એક યુવકને પ્રેમજાળમાં ફસાવી, ફોટા પાડી અને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ૧૦ લાખ રૂપિયાની ખંડણી માંગતી હનીટ્રેપ ગેંગનો મહેસાણા તાલુકા પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે એક યુવતી સહિત કુલ ૭ શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

ફેસબુકથી શરૂ થયેલી મિત્રતા આફત બની
આ ટોળકીની મોડસ ઓપરેન્ડી મુજબ, ગેંગમાં સામેલ યુવતીએ અમદાવાદના યુવકનો ફેસબુક મેસેન્જર દ્વારા સંપર્ક કર્યો હતો. મિત્રતા કેળવ્યા બાદ યુવતીએ યુવકને મળવા માટે પાલનપુર બોલાવ્યો હતો. પાલનપુરની એક હોટલમાં બંનેએ વાતચીત કરી હતી અને ત્યાં ફોટોગ્રાફ્સ પણ પડાવ્યા હતા.

જ્યારે પાલનપુરથી મહેસાણા પરત ફરી રહ્યો હતો, ત્યારે રસ્તામાં ઉલટી થવાનું બહાનું બતાવી ગાડી ઉભી રખાવી હતી. આ સમયે પૂર્વ આયોજિત કાવતરા મુજબ તેના અન્ય સાગરીતો ત્યાં આવી પહોંચ્યા હતા. તેઓએ યુવકની ગાડીની ચાવી કાઢી લઈ , તેને પાછળની સીટમાં બેસાડી દીધો હતો અને માર મારીને ધમકી આપી હતી. આરોપીઓએ યુવકને ડરાવ્યો હતો કે જો તે ૧૦ લાખ રૂપિયા નહીં આપે તો તેને બળાત્કાર જેવા ગંભીર ગુનામાં ફસાવી દેવામાં આવશે.

ઝડપાયેલા આરોપીઓની યાદી

૧. આરતી પ્રકાશસિંગ ચૌહાણ (રહે. દિલ્હી/પાલનપુર)
૨. મોહમદ ફૈઝલખાન રહીશખાન પરમાર (રહે. પાલનપુર)
૩. સરીફ ઇદ્રીશભાઇ બેલીમ (રહે. પાલનપુર)
૪. સમીરખાન અસરફખાન મલેક (રહે. પાટડી)
૫. આફતાબખાન સલીમખાન અબ્બાસી (રહે. પાલનપુર)
૬. સોહિલકુમાર સલીમભાઇ કુરેશી (રહે. પાલનપુર)
૭. સમીરખાન રફીકભાઇ સંધી (રહે. પાલનપુર)
આ પ્રશંસનીય કામગીરી રેન્જ આઈ.જી. વિરેન્દ્રસિંહ યાદવ અને મહેસાણા એસ.પી. હિમાંશુ સોલંકીની સૂચના હેઠળ મહેસાણા તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર. રાવ તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવી છે.


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading