સ્વસ્તિક મહિલા કોલેજમાં તિલકહોળીની ઉજવણી કરવામાં આવી

હોળી એ ભારતીય વાસીઓનો પવિત્ર તહેવાર છે.લોકો તેમના અલગ અલગ ગામમાં અથવા શેરી માં હોલિકાનું દહન કરે છે તથા લોકો તેની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી તેમનું પૂજન કરે છે. જો કે ભારતમાં વિવિધ પ્રાંતો અને સમુદાયોમાં હોળીની ઉજવણીની અલગ અલગ રીતો હોય છે, પરંતુ દરેકની ભાવના એક જ હોય છે કે હોળી પ્રગટાવી અને આસુરી તત્વોનો નાશ કરવો અને દૈવી શક્તિઓનું સન્માન કરવું. હિંદુ ધર્મમાં આને લગતી “હોળીકા અને પ્રહલાદ”ની કથા બહુ જાણીતી છે.
હોળીનાં બીજા દિવસે ધુળેટી મનાવાય છે. આ તહેવાર ‘રંગોનો તહેવાર’ એટલેજ કહેવાય છે કે આ દિવસે સવારથી સૌ કોઇ નાના મોટા એકબિજા પર અબિલ, ગુલાલ તેમજ કેસુડાનાં રંગો છાંટી પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે. જો કે હવેનાં સમયમાં ક્યાંક ક્યાંક રસાયણિક રંગોનો ઉપયોગ પણ કરાય છે, જેનો ઉપયોગ બને તેટલો ટાળવો હિતાવહ છે.
આવા જ વિચારોને ધ્યાનમાં રાખીને સ્વસ્તિક મહિલા કોલેજમાં તિલક હોળી ઉજવવામાં આવી.તિલક હોળી એ પરંપરાગત રંગોના બદલે કેમિકલ મુક્તપાણીની બચત કરતી અને આધ્યાત્મિક ઉજવણી છે. કોલેજની દીકરીઓ દ્વારા હોલિકા દહનની પવિત્ર ભસ્મ કે કંકુથી કપાળ પર તિલક કરી એકબીજાને પ્રેમ અને આશીર્વાદ સાથે આ તહેવારની ઉજવણી કરવામાં આવી.આ એક સુરક્ષિત અને પર્યાવરણ-પ્રેમી હોળીનો અભિગમ છે. દીકરીઓમાં આ તિલકહોળીનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો.આ તહેવારની ઉજવણી સ્વસ્તિક શૈક્ષિણક સંસ્થાના પ્રમુખ શ્રી રમેશભાઈ પટેલ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
