આર આર મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સી એલ પરીખ કૉલેજ ઑફ કોમર્સ પાલનપુર ના કેમેસ્ટ્રી વિભાગ દ્વારા ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ કરવામાં આવી

આર આર મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સી એલ પરીખ કૉલેજ ઑફ કોમર્સ પાલનપુર ના કેમેસ્ટ્રી વિભાગ દ્વારા ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ કરવામાં આવી

બનાસકાંઠા ડિસ્ટ્રીક્ટ કેળવણી મંડળ, પાલનપુર સંચાલિત આર.આર. મહેતા કોલેજ ઓફ સાયન્સ ના રસાયણશાસ્ત્ર વિષયના B.Sc. Sem-VI ના વિદ્યાર્થીઓ દ્વારા La-Chandra Pharma Lab Pvt. Ltd. વાઘરોલ ની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી.
આ ઇન્ડસ્ટ્રીયલ વિઝીટમાં B.Sc. Sem-VI Chemistry વિષયના કુલ 19 વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ તેમજ અધ્યાપક ડૉ. જી.ડી. આચાર્ય, ડૉ. કે.સી. પટેલ તેમજ ડૉ. એસ.આઈ. ગટિયાલા વગેરે જોડાયા હતા. વિઝીટ દરમ્યાન La-Chandra Pharma Lab ના વિવિધ વિભાગો જેવા કે રો-મટેરિયલ, સ્ટોરેજ, ડીસ્પેચ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, Q.C. Lab અને એડમીનીસ્ટ્રેશન વિભાગની મુલાકાત લેવામાં આવી.
આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારના લેબોરેટરી ઇન્સ્ટ્રુમેન્ટ, HPLC, GC વગેરેની પ્રાયોગિક તાલીમ પણ સમજાવવામાં આવી હતી. કંપની દ્વારા B.Sc./M.Sc. Chemistry વિષયના વિદ્યાર્થીઓને ભવિષ્યમાં વિવિધ વિભાગોમાં પસંદગી પામી નોકરી મેળવી કંપનીમાં જોડાવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉત્સાહપ્રેરક અને જ્ઞાનવર્ધક રહ્યો.

અહેવાલ : ભીખાલાલ પ્રજાપતિ


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading