



આર આર મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સી એલ પરીખ કોલેજ ઓફ કોમર્સ , પાલનપુર ખાતે “સાયબર ક્રાઇમ અવેરનેસ” વિષયક નિષ્ણાત વ્યાખ્યાન યોજાયું
અહેવાલ. ભીખાલાલ પ્રજાપતિ
પાલનપુર: આર આર મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સી એલ પરીખ કોલેજ ઓફ કોમર્સ , પાલનપુર ખાતે CAWACH કેન્દ્ર હેઠળ કાર્યરત સાયબર ક્લબ દ્વારા કોલેજના વિદ્યાર્થીઓ માટે “સાયબર ક્રાઇમ અવેરનેસ” વિષય પર નિષ્ણાત વ્યાખ્યાનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં નિષ્ણાત વક્તા તરીકે શ્રી હિદાયત પરમાર,યુવા વિકાસ, શિક્ષણ, માહિતી ટેકનોલોજી તથા સામાજિક સેવાના ક્ષેત્રે સક્રિય કે જે સ્નાતકથી લઈને સાયબર લૉઝ, નેટવર્કિંગ અને સાયબર સુરક્ષા જેવા અદ્યતન અભ્યાસક્રમો સુધી તેમની શૈક્ષણિક યાત્રા વિસ્તરેલી છે, તે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સાયબર ક્રાઇમના પ્રકારો, ઓનલાઈન છેતરપિંડી, ડેટા સુરક્ષા, સોશિયલ મીડિયા સેફ્ટી અને વાસ્તવિક સાયબર ક્રાઇમ કેસોના ઉદાહરણો દ્વારા વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા.
વ્યાખ્યાન દરમિયાન વિદ્યાર્થીઓ સાથે ઇન્ટરેક્ટિવ સત્ર યોજાયું હતું જેમાં વિદ્યાર્થીઓએ પ્રશ્નો પૂછી સાયબર સુરક્ષા અંગે વ્યવહારુ માર્ગદર્શન મેળવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ કોલેજના વિદ્યાર્થીઓમાં સાયબર જાગૃતિ અને ડિજિટલ સેફ્ટી અંગે સમજ વિકસાવવાનો હતો.
કાર્યક્રમનું સંચાલન શ્રી P. V. Modh સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને ફેકલ્ટી સંયોજક Dr. P S Patel નું માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું.
સાયબર ક્લબ દ્વારા ભવિષ્યમાં પણ વિદ્યાર્થીઓના જ્ઞાનવર્ધન અને જાગૃતિ માટે આવા કાર્યક્રમો યોજવાની માહિતી આપવામાં આવી હતી.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
