લગ્ન પ્રસંગે મોટા અવાજે ડીજે વગાડવા બદલ વરરાજા ના પિતા સામે ફરિયાદ.
બારી બારણા અને દીવાલો ધ્રુજે તેમજ કાન ફાટી જાય તેવા મોટા અવાજથી ડીજે વગાડનાર સામે તંત્રની લાલ આંખ.
પાલનપુરમાં લગ્ન પ્રસંગ દરમિયાન દાંડીયારાસ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ડીજેના તાલે બરાબરનો રંગ જામ્યો હતો અને ખેલૈયાઓ ડીજેના તાલે ગરબા માં ઘૂમી રહ્યા હતા તેવામાં પોલીસ વાન આવી પરંતુ ગરબા ના તાલમાં એવા મુશ્કુલ બનેલા ખેલૈયાઓ કે પોલીસ આવી તેની નોંધ ન લેવાય આખરે પોલીસે ગરબા ના મેદાનમાં પ્રવેશ કરી આયોજન કરવા માટે વરરાજાના પિતાને પૂછપરછ કરી પણ તેમની પાસે કોઈ પરમિશન હતી જ નહીં આખરે પોલીસે વરરાજા ના પિતા સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી આયોજન કરવામાં આવ્યું તેનો ગુનો નોંધવા પામ્યો હતો.
વળી સ્પીકર નો અવાજ નિયત મર્યાદા કરતા અનેક ગણો વધારીને ગરબાનું આયોજન કરી આસપાસ રહેલા લોકોને મુશ્કેલી પડે તેવી રીતે સ્પીકર જોર જોરથી વગાડવામાં આવે છે અને મોડી રાત સુધી મોટા અવાજે ધામ ધડામ અવાજો આવતા હોવાથી ઘરની દીવાલો તથા બારી બારણા અને કાચને નુકસાન થતું હોય છે આવા સંજોગોમાં નાના બાળકો અને બીમાર લોકો માટે ખૂબ જ વિકટ સમસ્યા સર્જાય છે.
ગત રોજ પાલમપુરમાં આવેલ દિવસ શ્રી બંગલો વીઆઈપી રોડ ગંજની સામે પાલનપુરમાં આવેલ મકાન નંબર એકમાં રહેતા મિતુલભાઈ હીરાલાલ રાઠોડ હાલ રહેઠાણ તિરૂપતિ અપાર્ટમેન્ટ કતારગામ સુરત વાળાને ત્યાં લગ્ન પ્રસંગે વગર પરમિશનને રાત્રિના મોડા સુધી ડીજે ના સાધનો રાખી શહેરમાં મોટા અવાજે ડીજે વગાડી નજીકમાં રહેતા લોકોને ત્રાસ થાય અને વાતાવરણ ધોની પ્રદૂષણ કરવામાં આવતું હોય આ બાબત પોલીસ ત્યાં દોડી જઈ વરરાજા ના પિતા સામે દિન નોઈસ પોલ્યુશન રૂલ્સ 2000 ના નિયમ નંબર 5 (૧) તથા એન્વાયરમેન્ટ પોલ્યુશન એક્ટ 1986 ની કલમ 15 તથા જીપીએફ 135 મુજબ કાયદેસરની કાર્યવાહી વધુ તપાસ હાથ ધરી છે.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
