બનાસકાંઠા જિલ્લામાં નિયમભંગ બદલ ૧૨૦ CSC સેન્ટરોના આઈડી બ્લોક
તાલુકા તથા ગામવાર તપાસ બાદ તંત્રની કડક કાર્યવાહી
બનાસકાંઠા જિલ્લામાં કોમન સર્વિસ સેન્ટર (CSC) ખાતે સરકાર દ્વારા નક્કી કરાયેલા નિયમોનું પાલન ન થતું હોવાને કારણે જિલ્લા તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તાલુકા તથા ગામવાર કરવામાં આવેલી તપાસ બાદ નિયમોના ભંગ બદલ જિલ્લામાં કુલ ૧૨૦ CSC સેન્ટરોના લોગિન આઈડી તાત્કાલિક અસરથી બ્લોક કરી દેવામાં આવ્યા છે. આ કાર્યવાહીથી CSC સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે.જિલ્લામાં હાલમાં અનેક ગામોમાં CSC સેન્ટરો કાર્યરત છે. સરકારના નિયમો મુજબ દરેક CSC સેન્ટર પાસે ફરજિયાત રજિસ્ટર, પી.સી.સી. (Police Clearance Certificate) તેમજ અન્ય જરૂરી દસ્તાવેજો હોવા આવશ્યક છે. પરંતુ તાલુકા અને ગામ સ્તરે કરવામાં આવેલી તપાસ દરમિયાન કેટલાક CSC સેન્ટરોમાં રજિસ્ટર ન રાખવું, પી.સી.સી. વગર કામગીરી કરવી તેમજ માર્ગદર્શિકા મુજબ સેવાઓ ન આપવાની ગંભીર ખામીઓ સામે આવી હતી.
આ ફરિયાદો અને તપાસ રિપોર્ટના આધારે બનાસકાંઠા જિલ્લામાં તાલુકા તથા ગામવાર કુલ ૧૨૦ CSC સેન્ટરોના લોગિન આઈડી બ્લોક કરવામાં આવ્યા છે. બંધ કરાયેલા CSC સેન્ટરોની તાલુકાવાર તેમજ ગામવાર વિગતો તૈયાર કરી સંબંધિત કચેરીમાં નોંધવામાં આવી છે.
બનાસકાંઠા જિલ્લામાં તાલુકાવાર બંધ થયેલા CSC સેન્ટરો
તાલુકો બંધ CSC સેન્ટર
પાલનપુર
૧૮
દાંતા
૦૮
ડીસા
૨૦
વડગામ
૧૦
થરાદ
૧૪
ધાનેરા
૧૨
કાંકરેજ
૧૦
વાવ
૦૮
દાંતીવાડા
૦૬
ભાભર
૧૪
કુલ
૧૨૦
તંત્ર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે ભવિષ્યમાં પણ નિયમોનું પાલન ન કરનાર CSC સેન્ટરો સામે તાલુકા તથા ગામ સ્તરે તપાસ કરી વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે. દરેક CSC સંચાલકે પોતાના સેન્ટર પર તમામ ફરજિયાત દસ્તાવેજો રાખી નિયમ મુજબ કામગીરી કરવી ફરજિયાત રહેશે. નિયમ ભંગ કરનાર CSC સેન્ટરોને આઈડી ફરીથી ચાલુ કરાવવા માટે જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
