સાંતલપુરના મામલતદારે ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો.

ફોટા વાઇરલ કરવાની ધમકી આપી 20 લાખની ખંડણી માંગવામાં આવતા પગલું ભર્યું.
પૈસા પડાવવા માનસિક ત્રાસ આપનાર આઠ વ્યક્તિના સુસાઇટ નોટમાં ઉલ્લેખ કરાયો.

પાટણ જિલ્લાના સાંતલપુર મામલતદારે થરાદમાં તેમના નિવાસસ્થાને ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરવાનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે, જો કે મામલતદારના ખોટા ફોટા વાઇરલ કરવાની ધમકી આપી તેમની પાસે 20 લાખ રૂપિયાની ખંડણી માંગી ત્રાસ ગુજારવામાં આવતા તેમને આ પગલું ભર્યું હોવાનો સુસાઈટ નોટમાં ઉલ્લેખ કર્યો છે, જેને લઈ પરિવારે ખંડણીખોરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
વાવ થરાદ જિલ્લાના વડા મથક થરાદમાં નાની પાવડ રોડ પર વૃંદાવન સોસાયટી માં રહેતા અને પાટણ જિલ્લાના સાંતલપુરના મામલતદાર તરીકે ફરજ બજાવતા દિનેશભાઇ ડી પંડયાને તેમનો ભાણેજ હરકિશનભાઈ બેચરભાઈ છેલ્લા ચાર વર્ષથી સોશિયલ મીડિયા માં તેમને બદનામ કરતી પોસ્ટો મૂકી તેમજ એસીબીમાં ખોટી અરજી આપી અને ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકી આપી બ્લેક મેઈલ કરી માનસિક ત્રાસ આપતો હતો તેમજ માનસંગભાઈ ગોવાભાઇ દરજી અને તેમની દીકરી,આશારામ શંકરભાઇ મારાજ રહે. (ભાટવર) અનિલ ગોહિલ,ગોહિલ તુલસી રહે. (ભાટવર), અરુણ આચાર્ય રહે. (વાવ ચાર રસ્તા) અનિલ પીરાભાઇ પ્રજાપતિ પ્લાન બનાવી મામલતદાર ના ખોટા ફોટા બનાવી તેમજ કીરણ નામના આ ફોટા સોશિયલ મીડિયા પર વાઇરલ કરવાની ધમકી આપી તેમજ વોટ્સએપ કોલ કરી રૂ.20 લાખની ખંડણી માંગતા આ ખંડણીખોરોના ત્રાસથી મામલતદારે પોતાના નિવાસસ્થાને પોતાની જીવન લીલા સંકેલી લેવા ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જોકે મામલતદારની તબિયત લથડી પડતા તેમને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જોકે મામલતદારે પોતાની આપવીતીનો એક સુસાઇટ નોટમાં ખુલાસો કર્યો હોય તેમના પરિવારે આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
સુસાઇટ નોટમાં ભાણેજ બ્લેક મેઇલ કરતો હોવાનો ઉલ્લેખ



આપઘાતનો પ્રયાસ કરતા પેહલા મામલતદારે એક ત્રણ પાનાની સૂસાઇટ નોટ લખી હતી, જેમાં તેમનો ભાણેજ હરકિશન બેચરભાઈ છેલ્લા ચાર વર્ષથી તેમના વિરુદ્ધ શોસીયલ મીડિયામાં બદનામ કરતી પોસ્ટ વાઇરલ કરી તેમજ એ.સી.બી.માં ખોટી અરજીઓ કરી તેમને માનસિક ત્રાસ આપી બ્લેક મેઈલ કરતો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
મામલતદારને માનસિક ત્રાસ આપનાર ઇસમો
મામલતદારે આપઘાત કરતા પહેલા લખેલ સુસાઇટ નોટમા માનસંગભાઈ ગોવાભાઇ દરજી અને તેમની દીકરી,આશારામ શંકરભાઇ મારાજ રહે.(ભાટવર),અનિલ ગોહિલ, ગોહિલ તુલસી રહે. (ભાટવર), અરુણ આચાર્ય (વાવ ચાર રસ્તા) અનિલ પીરાભાઇ પ્રજાપતિ નામના ઇસમો દ્વારા ફોટા વાયરલ કરવાનું કહી માનસિક ત્રાસ આપતા હોવાનો ઉલ્લેખ કરાયો છે.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
