“જનસેવા એ જ પ્રભુસેવા ગ્રુપ દ્વારા આબુની તળેટીમાં આવેલ જલંધર મહારાજ પર્વત ખાતે ટ્રેકિંગ કરીને તિરંગો લહેરાવ્યો…
જનસેવા ગ્રુપ દ્વારા સેવાના અને પર્યાવરણના અનેક કાર્યક્રમો કરવામાં આવે છે તેના ભાગરૂપે આજે જલંધર મહારાજ પર્વત ખાતે આવેલ ગુફાઓના અને મંદિરના દર્શન કરવાના અને ટ્રેકિંગ નો સુંદર કાર્યક્રમ યોજાયો. આબુની અરવલ્લી ગિરિમાળાઓની તળેટીમાં આવેલ આઠ હજાર વર્ષ પહેલાં બંધાયેલ ઋષિકેશ મંદિર આધ્યાત્મિક જગતનું પ્રાચીન દેવાલય છે. આ જગ્યાએથી અરવલ્લી ની ટોચે જલંધર મહારાજ ની ગુફા અને મંદિર આવેલ છે. ઋષિકેશ મંદિરથી જલંધર મહારાજ ગુફાઓ સુધી આવવા જવાનું કુલ સાત કિલોમીટર જેટલું અંતર થાય છે. જનસેવા ગ્રુપના મિત્રો દ્વારા લગભગ ચાર કલાક જેટલું ટ્રેકિંગ કરીને સૌ મિત્રો પર્વતની ટોચ ઉપર આવેલા જલંધર મહારાજ ગુફાઓ, મંદિર ખાતે પહોંચ્યા. ત્યાં દર્શન કરીને ધન્યતાનો અનુભવ કર્યો. જનસેવા ગ્રુપના મિત્રો દ્વારા જલંધર મહારાજ પર્વતની ટોચ ઉપર ગ્રુપના સૌ મિત્રો દ્વારા ભારત દેશનો તિરંગો લહેરાવવામાં આવ્યો હતો અને ભારત માતાકી જય, વંદેમાતરમ નો જયઘોષ કરવામાં આવ્યો હતો. આબુ ખાતે આવેલી અરવલ્લીની ગિરિમાળાઓમાં સમૃદ્ધ જંગલોથી ભરપૂર ઘણા બધા ટ્રેકિંગ પોઇન્ટ આવેલ છે. ટ્રેકિંગ કરીને નીચે આવીને ઋષિકેશ મંદિર, મહાકાલી મંદિર ખાતે દર્શન કરીને આધ્યાત્મિક અનુભવ કર્યો હતો. આજના કાર્યક્રમમાં ટ્રેકિંગ કોચ મેહુલભાઈ મોદી અને ત્યાંના સ્થાનિક દીપુ મહારાજ દ્વારા પોતાની સુંદર સેવાઓ પ્રદાન કરી હતી.આજના ટ્રેકિંગ અને મંદિર દર્શન કાર્યક્રમમાં ગ્રુપના 15 મિત્રોએ ભાગ લીધો હતો. સૌ મિત્રોના સાથ સહકારથી આજનો ટ્રેકિંગ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
