“જન્મદિવસ નિમિત્તે બાલિકા પૂજન, વૃક્ષારોપણ,સ્વેટર વિતરણ સેવા કાર્યક્રમ યોજાયો”.

જનસેવા એ જ પ્રભુસેવા ગ્રુપ પાલનપુર અને જિંદગી ના મિલેગી દોબારા હેલ્પલાઇન ના સ્થાપક પ્રમુખ જયેશભાઈ બી સોની અને દીપિકાબેન જે સોની ના જન્મદિવસ નિમિત્તે તથા જિંદગી ના મિલેગી દોબારા હેલ્પલાઇન ના સ્થાપના દિવસ નિમિત્તે સેદરાસણ સ્કૂલ પાલનપુર ખાતે ભવ્ય સેવા કાર્યક્રમ યોજાયો. જેમાં સૌપ્રથમ શાળાની બાલિકાઓ દ્વારા ગ્રુપના મેમ્બર્સ નું કુમકુમ તિલક દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું. બાલિકાઓ દ્વારા સુંદર પ્રાર્થનાનું ગાન કરવામાં આવ્યું. ત્યારબાદ સ્કૂલ દ્વારા ગ્રુપના સૌ મિત્રોનું પુસ્તક આપીને સન્માન કરવામાં આવ્યું. જયેશભાઈ સોની દ્વારા જન્મદિવસ સેવા દિવસ વિશે અને જિંદગી ના મિલેગી દોબારા હેલ્પલાઇન વિશે સ્કૂલના બાળકોને સુંદર માહિતી આપવામાં આવી.જિંદગી ના મિલેગી દોબારા હેલ્પલાઇન દ્વારા 581 લોકોના જીવન બચાવવામાં આવ્યા છે અને આજે હેલ્પલાઇનનો સ્થાપના દિવસ છે. હેલ્પ લાઈન નો ઉપયોગ કરવા બાબતે શાળાના સ્ટાફગણ અને બાળકો ને જણાવવામાં આવ્યું.

ધ્રુવ ગુપ્તા, સાયકોલોજિસ્ટ દ્વારા સ્કૂલના બાળકોને માનસિક સ્વાસ્થ્ય વિશે માહિતી આપવામાં આવી.સ્કૂલની નાની દીકરીઓનું બાલિકા પૂજન જનસેવા ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું. દીકરીઓનું પૂજન કરીને તેમને સ્વેટર અને પુસ્તક આપવામાં આવ્યું. ત્યારબાદ પર્યાવરણ સેવા પ્રોજેક્ટ અને પ્રકૃતિ મિત્ર કાર્યક્રમ અંતર્ગત શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું. વૃક્ષ નારાયણ ,વૃક્ષ દેવતાની પૂજા કરીને સુંદર વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું . શાળાના બાળકો અને સ્ટાફ દ્વારા વૃક્ષોનું નિયમિત માવજત કરવામાં આવશે તેની ખાતરી આપવા આવી. ત્યારબાદ બાળકો માટે સુંદર ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકો સુંદર સંગીત અને ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા હતા. શાળાના નાના બાળકો દ્વારા ગ્રૂપના મિત્રો ને જન્મદિવસની શુભકામનાઓ આપવામાં આવી હતી. જિંદગી ના મિલેગી દોબારા હેલ્પલાઇન દ્વારા આજે શાળાના સ્ટાફ મિત્રોના સહકારથી અને જનસેવા એ જ પ્રભુસેવા ગ્રુપ પાલનપુર ના સર્વે મેમ્બર્સ ના સહકારથી સેવા કાર્યક્રમ ખૂબ જ સુંદર રીતે સંપન્ન થયો હતો.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
