અમીરગઢ બોર્ડર પર લક્ઝરી બસમાંથી રૂ.3.65 લાખનો દારૂ ઝડપાયો.

પાલનપુર | અમીરગઢ ચેક પોસ્ટ પર રવિવારે વાહન ચેકિંગ દરમિયાન પોલીસને મોટી સફળતા મળી હતી. રાજસ્થાન તરફથી આવી રહેલી એમ.આર. ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં તપાસ કરતા ડ્રાઈવર સાઈડની છેલ્લી સીટ નીચેના ગુપ્તખાનામાંથી 1344 બોટલ દારૂ મળી આવી હતી. પોલીસે ચાલક રાકેશ શર્મા અને કંડક્ટર ભવાનીસિંહ રાજપુતની અટકાયત કરી બસ સહિત રૂ.18.85 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
