દાંતા વન વિભાગ પૂર્વ રેંજની કાર્યવાહી : શિયાળનો શિકાર કરાનાર ઇસમને ઝડપી પાડ્યો

દાંતા વન વિભાગ પૂર્વ રેંજની કાર્યવાહી : શિયાળનો શિકાર કરાનાર ઇસમને ઝડપી પાડ્યો

વેકરી બીટ વિસ્તારમાં જંગલ ફેરણા દરમ્યાન વન વિભાગની ટીમે ઇસમની તલાશ લેતા મૃત શિયાળ મળી આવ્યું

વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ ઇસમના ચાર દિવસના રિમાન્ડ મંજૂર થતા આગળની કાર્યવાહી હાથ ધરાઈ

બનાસકાંઠા વન વિભાગ પરિક્ષેત્ર વન અધિકારીશ્રીની કચેરી દાંતા પૂર્વ રેન્જ દ્વારા કાર્યવાહી કરાઈ છે. પૂર્વ રેન્જના જીતપુર રાઉન્ડની વેકરી બીટના મોજે સેકડા જંગલ સર્વે નંબર ૧૧૪/પૈકી ૨ (નવો સર્વે નંબર ૨૧૨) ખાતે તારીખ ૨૭-૧૧-૨૦૨૫ના રોજ જંગલ ફેરણા દરમ્યાન વન વિભાગની ટીમે ત્રણ શકમંદ ઈસમોને જોતા તેમની પાસે રહેલ પ્લાસ્ટિકના કટ્ટાની તપાસ કરી હતી. જેમાંથી શિયાળ નંગ-૧ મૃત હાલતમાં મળ્યો હતો. જેથી વનપાલ-જીતપુરશ્રી પી. કે. વાવેચા દ્વારા પરિક્ષેત્ર વન અધિકારી શ્રી વી.એલ.ચૌધરીને તાત્કાલિક જાણ કરી આગળની કાર્યવાહી કરાઈ હતી.

મદદનીશ વન સંરક્ષકશ્રી અંબાજીના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા એક આરોપીને રંગે હાથ પકડી દાંતા પુર્વ રેંજ કચેરી ખાતે લાવી વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ, ૧૯૭૨ની કલમ ૨, ૯, ૨૭, ૩૯, ૪૩, ૪૪, ૫૦, ૫૧ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પકડાયેલ આરોપી પરદેશભાઈ બાબુનાથ ભાટી (મદારી) રહે મદારી વસાહત, વડાલી, તા. વડાલી, જી. સાબરકાંઠા સામે કાયદેસરની કાર્યવાહી કરી એડીશનલ ચીફ જ્યુડિશીયલ મેજિસ્ટ્રેટશ્રી, દાંતા કોર્ટમાં રજુ કરી દિન-૪ના રીમાન્ડ મેળવવામાં આવ્યા છે.

આ કામગીરીમાં મદદનીશ વન સંરક્ષકશ્રી જીગરભાઈ જે. મોદી, રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રી વિજયભાઈ એલ. ચૌધરી, વનપાલ શ્રી પુનાભાઈ કે. વાવેચા, શ્રી હર્ષદસિંહ સી. હડિયોલ, શ્રી ડી.આઇ.એમ. પ્રજાપતિ, વનરક્ષક શ્રી સંજયસિંહ બી. બારડ તથા કાયમી રોજમદારશ્રી કુમારસિંહ શંકરસિંહ ચૌહાણનો સહકાર પ્રાપ્ત રહ્યો હતો. આ મામલે વન વિભાગ દ્વારા આગળની તપાસ હાથ ધરી છે તેમ પરિક્ષેત્ર વન અધિકારીશ્રી દાંતા પૂર્વ દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading