બનાસકાંઠા જિલ્લા કક્ષાનું 56મું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું – સ્વસ્તિક શૈક્ષણિક સંકુલમાં કરાયું ભવ્ય આયોજન

બનાસકાંઠા જિલ્લા કક્ષાનું 56મું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું – સ્વસ્તિક શૈક્ષણિક સંકુલમાં કરાયું ભવ્ય આયોજન

જી.સી.ઈ.આર.ટી., ગાંધીનગર દ્વારા પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પાલનપુર, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તથા પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના સંયુક્ત આયોજન હેઠળ સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના યજમાન પદે 56મું બનાસકાંઠા જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન અત્યંત ઉત્સાહ અને વૈજ્ઞાનિક વાતાવરણ વચ્ચે સફળતાપૂર્વક યોજાયું.

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જેતપુરના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા, પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, પાલનપુર તાલુકા ભાજપ પ્રમુખ રમેશભાઈ પટેલ, બોમ્બે સુપર સીડ્સના મેનેજીંગ ડિરેક્ટર પીન્ટુભાઈ પટેલ, ઉત્તર મધ્ય ગુજરાત લેઉવા પાટીદાર સમાજના પ્રમુખ હિરેનભાઈ પટેલ, માધવ ઇન્ડસ્ટ્રીઝ – સાવરકુંડલા ના અમિતભાઈ ગઢીયા, નિલેશભાઈ રાદડિયા, બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી ડો. એચ. આર. પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. વી. એમ. પટેલ, જિલ્લા તિજોરી અધિકારી મેહુલભાઈ પંડ્યા તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય ડો. ડી. આર. બ્રાહ્મણની વિશેષ હાજરી રહી હતી.

બનાસકાંઠા જિલ્લાની 130થી વધુ શાળાઓએ આ પ્રદર્શનમાં ભાગ લઈ પોતાના વૈજ્ઞાનિક તથા ગણિતીય વિચારોને સુંદર મોડેલો દ્વારા રજૂ કર્યા હતા. વિદ્યાર્થીઓએ ગણિત, વિજ્ઞાન, પર્યાવરણ, કૃષિના આધુનિક ઉપાય, ઊર્જા બચત, ટ્રાફિક મેનેજમેન્ટ, ટેકનોલોજી અને રોજિંદા જીવનમાં ઉપયોગી એવા અનેક વિષયો પર વર્કિંગ અને નોન-વર્કિંગ મોડેલ્સ રજૂ કરીને મુલાકાતીઓને મંત્રમુગ્ધ બનાવી દીધા હતા.

આ પ્રદર્શનનો મુખ્ય હેતુ બાળકોથી લઈને યુવા પેઢી સુધી Scientific Temperament, Critical Thinking, Problem-Solving Skills અને Innovationને પ્રોત્સાહન આપવાનો છે. ગણિત અને વિજ્ઞાન જેવા વિષયો પુસ્તકની સીમા બહાર જઈ જીવન સાથે જોડાયેલા બને, તે માટે આવા પ્રદર્શન બહુ જ અગત્યની ભૂમિકા ભજવે છે. બાળકો દ્વારા રચાયેલા મોડેલો માત્ર શૈક્ષણિક જ નહિ પરંતુ સમાજમાં રહેલી સમસ્યાઓને દૂર કરવા માટેના વ્યવહારુ ઉકેલો પણ રજૂ કરવામાં આવ્યા હતાં

મુખ્ય મહેમાનો દ્વારા દરેક સ્ટોલની મુલાકાત લઈને બાળ વૈજ્ઞાનિકોને માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. અનેક મોડેલો તેમની સર્જનાત્મકતા, આધુનિક વિચાર અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણને કારણે પ્રતિભાશાળી અને ભવિષ્યના શોધક તરીકે ઓળખાતા હતા.

આયોજકો, શૈક્ષણિક ટીમ અને સ્વસ્તિક શૈક્ષણિક સંકુલની વ્યવસ્થા માટે તમામ મહેમાનોએ હૃદયપૂર્વક પ્રશંસા કરી હતી. સમગ્ર કાર્યક્રમને સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના તમામ આચાર્ય, શિક્ષકો, ટ્રસ્ટીઓ,વિદ્યાર્થીઓ, વાલીઓ અને અન્ય શાળાઓએ મળીને એક વૈજ્ઞાનિક મહોત્સવનું સ્વરૂપ આપી વિજ્ઞાન પ્રદર્શનને સફળ બનાવ્યું હતું.

અહેવાલ: ભીખાલાલ પ્રજાપતિ


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading