પાલનપુર ખાતે આશાવર્કર અને આંગણવાડી કાર્યકર બહેનો માટે તાલીમનું કરાયું આયોજન

જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી ગઢવીના માર્ગદર્શન હેઠળ બેટી બચાવો બેટી પઢાવો અભિયાન હેઠળ પાલનપુર આંબેડરકર હોલ ખાતે સંયુક્ત તાલીમનું આયોજન કરાયું હતું.
આ તાલીમમાં આશાવર્કર અને આંગણવાડી કાર્યકર બહેનોને આરોગ્યલક્ષી માહિતી જેમાં કુપોષણ, માનસિક તણાવ પ્રજનનને લગતા રોગો તેમજ આધુનિક જીવન શૈલીથી આરોગ્ય ઉપર પડતી વિપરીત અસરોની વિસ્તૃતમાં સમજણ આપવામાં આવેલ હતી. આ તાલીમમાં ICDSની વિવિધ યોજનાઓ જેવી કે પૂર્ણા યોજના તેમજ પોષણ સંગમ કાર્યક્રમ વિશે માહિતી આપવામાં આવી હતી. મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓની માહિતી તથા કાર્યક્રમમાં હાજર રહેલ કિશોરીઓને હાઇજીન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
