મતદારયાદી સુધારણામાં બનાસકાંઠાની મહિલા BLO મનીષાબેનની ઉત્કૃષ્ટ કામગીરી
૪૮ કલાકમાં ૪૫૦ ફોર્મ્સની ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ કરનાર BLO મનીષાબેનનું જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મિહિર પટેલના હસ્તે કરાયું સન્માન
મતદારયાદી સુધારણા માટે BLO મનીષાબેનની કાર્યનિષ્ઠા અને ઉત્સાહ સહકર્મીઓ માટે પ્રેરણારૂપ
બનાસકાંઠા જિલ્લામાં હાલ ચાલી રહેલી મતદારયાદી ખાસ સઘન સુધારણા (Special Intensive Revision SIR) અંતર્ગત ૧૨- પાલનપુર વિધાનસભા મતદાર વિભાગના ભાગ નં. ૪૪ એગોલાની મહિલા બુથ લેવલ અધિકારી સુશ્રી મનીષાબેન પ્રજાપતિએ ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. તેમણે પોતાના ભાગના કુલ ૪૫૦ ફોર્મ્સ ફક્ત ૪૮ કલાકના ટૂંકા સમયગાળામાં ડિજિટલ રીતે ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ કરી ઉત્તમ સેવા પ્રદાન કરી છે.
બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી મિહિર પટેલ દ્વારા સુશ્રી મનીષાબેન પ્રજાપતિને તેમની આ ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ BLO મનીષાબેનની કામગીરીની પ્રશંસા કરી હતી.
આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મિહિર પટેલે જણાવ્યું હતું કે,બનાસકાંઠા જિલ્લાના તમામ બુથ લેવલ અધિકારીઓ અને ચૂંટણી કર્મચારીઓ દ્વારા પણ આવું જ ઉત્સાહ અને હકારાત્મક વલણ અપનાવી મતદારયાદી સંબંધિત તથા અન્ય રાષ્ટ્રીય કામગીરી સમયસર અને અસરકારક રીતે પૂર્ણ કરવામાં આવશે તેવી આશા વ્યક્ત કરી હતી.
આવો સૌ સાથે મળીને મતદારયાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હેઠળ “પાત્રતા ધરાવતો મતદાર રહી ન જાય, પાત્રતા ન ધરાવતા મતદાર સામેલ ન થાય” ઝુંબેશને આગળ વધારીએ.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
