વરાછા ખાતે આવેલ એમ.એસ.એજ્યુકેશનમાં આજે શિક્ષકઓ માટે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું
વરાછા ખાતે આવેલ એમ.એસ.એજ્યુકેશનમાં આજે શિક્ષકઓ માટે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિશેષજ્ઞ વક્તા અને એમ.એસ. એજ્યુકેશન ના પ્રમુખ શ્રી છોટાળા શૈલેષભાઈ કહ્યું, કે “ શિક્ષક જ બાળક ના પ્રથમ ગુરુ છે અને ઘર-વિદ્યાલયનું સંકલન જ વિદ્યાર્થીના ઉજ્જવળ ભવિષ્યની ચાવી છે.’
કાર્યક્રમમાં એમ.એસ.એજ્યુકેશન ના તમામ શિક્ષકઓ એ ઉત્સાહપૂર્વકભાગ લીધો હતો. સંવાદાત્મક વાતાવરણમાં બાળકોના શિક્ષણ, શિસ્ત અને નૈતિક મૂલ્યો અંગે સાર્થક ચર્ચા કરવામાં આવી.
કાર્યક્રમના અંતે તમામ શિક્ષક મિત્રો ને એમ.એસ.એજ્યુકેશન તરફથી સર્ટિફિકેટ દ્રારા સન્માનિત કરવામાં આવ્યા હતા. એમ.એસ. એજ્યુકેશન પરિવારે તમામ શિક્ષકઓનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે આવા સેમિનારો આગળ પણ સતત યોજાતા રહેશે.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.


