લાખણીના મોરાલ ધામના શ્રીસધી માતાજીનું રજવાડુંના ભુવાજી પરમ પૂજ્ય ધર્મ રત્ન સી.એન.પ્રજાપતિની ઈટાવડી ખાતે હાથી ઉપર શોભાયાત્રા નીકળી..
બનાસકાંઠા જિલ્લાના લાખણી ના ડીસા-થરાદ હાઈવેથી ૪ કિ. મી.દૂર આવેલ મોરલ ગામના ફાર્મ હાઉસ ખાતે બિરાજમાન શ્રી સધી માતાજીનું રજવાડું-મોરલ ધામની માતાજીના દર્શન માત્રથી બધી બીમારીઓ દૂર થતા અને ભક્તોની મનોકામના પૂર્ણ થતા અનેક લોકોના દુઃખ દૂર થવાની ચર્ચાઓ વાયુવેગે ગુજરાતભરમાં ફેલાતા શ્રદ્ધાંળુઓનો ઘસારો સતત વધવા લાગ્યો.અત્યારે દર રવિવારે ઉત્તર ગુજરાત,કચ્છ, કાઠિયાવાડ,રાજસ્થાન,પુના, મુંબઈ,નવસારી,સુરત,વડોદરા, અમદાવાદ સહીત ગુજરાત ભરમાંથી શ્રદ્ધાળુઓનો ઘસારો વધી રહ્યો છે.ત્યારે સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ઈટાવડીના પટેલ સતીશકુમાર કાંતિભાઈની મનોકામના પૂર્ણ થતા માતાજીની અમીદ્રષ્ટિથી ધારેલા કર્યો પૂર્ણ થતા પટેલ કાંતિભાઈ બેચરભાઈ પરિવાર દ્વારા આજરોજ જેઠસુદ બીજ ને બુધવાર તા.૨૮/૦૫/૨૦૨૫ ના રોજ સવારે ઈટાવડી ખાતે પરમ પૂજ્ય ધર્મ રત્ન ભુવાજી સી.એન.પ્રજાપતિની હાથી ઉપર
માતા ગીતાબેન પ્રજાપતિ,પિતા નેમાજી હરધનજી પ્રજાપતિની ઉપસ્થિતિમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી.રાત્રે શ્રી અર્બુદા માઁ,શ્રી મહાકાળી માઁ તથા શ્રીસધી માતાજીની રજવાડી રમેલનું આયોજન કરવામાં આવ્યું હતુ.ત્યારે ઘી ખેતીવાડી ઉત્પન્ન બજાર વહેપારી એસોસિએશન થરાના મંત્રી રાજુભાઈ પ્રજાપતિ,ભારૂભાઈ પ્રજાપતિ થરા,છોટુભાઈ પ્રજાપતિ કડી,ઉમેશભાઈ પ્રજાપતિ થરા,પ્રહલાદભાઈ પ્રજાપતિ ઉણ,કાંકરેજ પ્રેસ રિપોર્ટર નટુભાઈ પ્રજાપતિ થરા, પ્રવીણભાઈ પ્રજાપતિ મોરલ સહીત અનેક શ્રદ્ધાળુઓ હાજર રહી દર્શનનો લાભ લીધો..
અહેવાલ: ભીખાલાલ પ્રજાપતિ
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply