ડીસા તાલુકા પંચાયત સંકુલમાં વરસાદી પાણીના નિકાલ અને સંગ્રહ માટે 12 ભૂગર્ભ કૂવા બનાવાશે
ડીસા ડીસા તાલુકા પંચાયત સંકુલને રૂપિયા 4.72 કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે. જ્યાં વરસાદી પાણીના નિકાલ અને સંગ્રહ માટે 12 ભૂગર્ભ કુવાઓ સહિત બગીચો, બેઠક વ્યવસ્થા, પાર્કિંગ, પાકા રસ્તાઓ, લાઈટિંગ, લીલાછમ વૃક્ષો અને રાષ્ટ્રધ્વજ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે. ડીસા મામલતદાર કચેરી કેમ્પસમાં મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી, વાણિજ્ય વેરા કચેરી, પાણી પુરવઠા કચેરી, જાહેર આરોગ્ય બાંધકામ કચેરી, સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યુરો કચેરી, ડીસા નાયબ પોલીસ અધિક્ષક કચેરી, સરકારી તાલુકા પુસ્તકાલય, બીઆરસી સી.આર.સી ભવન, સંકલિત બાળ વિકાસ યોજના કચેરી, સરકારી પશુચિકિત્સાલય, જલારામ પોલીસ ચોકી આવેલી છે. જેના કેમ્પસને વિકસાવવા માટે ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ પ્રોજેક્ટ મૂક્યો હતો. જેને રાજ્ય સરકારે મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ ડીસાને રાજ્યના અન્ય તાલુકાઓ માટે એક મોડેલ તરીકે સ્થાપિત કરશે. જ્યાં પાણી બચાવવાના અભિયાનમાં કેચ ધી રેઈન અભિયાન હેઠળ કેમ્પસમાં વરસાદી પાણીના નિકાલ અને સંગ્રહ માટે 12 ભૂગર્ભ કુવાઓ બનાવવામાં આવશે. બગીચો, બેઠક વ્યવસ્થા, સુવ્યવસ્થિત પાર્કિંગ, દરેક ઓફિસ સુધી પહોંચવા માટે પાકા રસ્તાઓ, પૂરતી લાઈટિંગ, લીલાછમ વૃક્ષો અને રાષ્ટ્રધ્વજ માટે વિશેષ વ્યવસ્થા થશે. આ નવીનીકરણથી કમ્પાઉન્ડમાં આવેલી તમામ કચેરીઓની કાર્યક્ષમતામાં વધારો થશે અને લોકોને વધુ સારી સેવાઓ ઉપલબ્ધ થશે. તાલુકા પંચાયત કેમ્પસનું રૂપિયા 4.72 કરોડના ખર્ચે નવિનીકરણ થશે
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply