બનાસકાંઠા જિલ્લામાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ એક મોટી કાર્યવાહી કરી છે. પાલનપુરની નશાબંધી અને આબકારી કચેરીના ઇન્ચાર્જ અધિક્ષક હિતેન્દ્રસિંહ મસાણીને લાંચ લેતા પકડી પાડ્યા છે.
આ કેસમાં ફરિયાદીએ હેલ્થ પરમિટ લાયસન્સ મેળવવા માટે પાલનપુરની નશાબંધી અને આબકારી કચેરીમાં અરજી કરી હતી. આરોપી અધિકારીએ કાયદેસરની ફી ઉપરાંત 7,000 રૂપિયાની લાંચની માગણી કરી હતી.
ફરિયાદીએ લાંચ આપવાની ના પાડી અને બનાસકાંઠા ACBનો સંપર્ક કર્યો. ACBએ છટકું ગોઠવ્યું હતું. આરોપી અધિકારીએ ફરિયાદી સાથે સ્થળ પર વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી હતી.
આરોપી હિતેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ મસાણી નાયબ નિરીક્ષક વર્ગ-3 તરીકે ફરજ બજાવે છે. તેઓ હાલમાં ઇન્ચાર્જ અધિક્ષક તરીકે કાર્યરત છે. જોરાવર પેલેસ, પાલનપુર ખાતે આવેલી નશાબંધી અને આબકારી કચેરીમાંથી તેમને પકડવામાં આવ્યા છે. ACBએ તેમની પાસેથી લાંચની સંપૂર્ણ રકમ 7,000 રૂપિયા રિકવર કરી છે.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply